કોટન મિલમાં ભીષણ આગ લાગતા ચકચારઃ અંદાજિત ૨૦૦ કરોડનું નુકસાન

0
9

યુનિટનો ૭૦ % ભાગ બળી ગયો, કોઇ જાનહાનિ નહીં
રાજકોટ,તા.૨૪
પડધરીની ભારત હોટલ પાસે નરેન્દ્ર કોટન મિલમાં ભીષણ આગ લાગતા યુનિટનો ૭૦ ટકા હિસ્સો બળીને ખાખ થઇ ગયો હતો. મિલ માલિક મુજબ, અઢી કલાકમાં માત્ર રાજકોટથી ત્રણ ફાયર ફાઇટર જ દોડી આવ્યા હતા અને વધારાના ફાયર ફાઈટર માંગવા છતાં મળ્યા નથી. ઘટનાને પગલે કોઇ જાનહાનિ સર્જાઇ નથી.
સૌપ્રથમ રાજકોટની ઘટનાની વાત કરીએ તો, રાજકોટના પડઘરીમાં કોટનના દોરાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ આગ કોટન મીલમાં લાગતા આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરી લઈ પૂરી ફેક્ટરીને બાનમાં લઈ લેતા આખી ફેક્ટરી બળીને રાખ થઈ ગઈ છે.
આ ઘટનાને નજરે જાનારા લોકોના જણાવ્યા અનુસાર, આગની ઘટના બપોરે ૨.૩૦ કલાક આસપાસ લાગી છે. આ મુદ્દે તુરંત ફેક્ટરીના માલિકને જાણ કરતા તે પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ મુદ્દે જીલ્લાના પાંચ સ્થળ પર ફાયર ફાઈટરની ટીમને જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ ઘટનાને અઢી ત્રણ કલાક વીતી ગયા હોવા છતાં તંત્ર તરફથી માત્ર બે-ત્રણ ફાયર ફાઈટર મોકલવામા આવ્યા છે. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે આગ પર હજુ કાબૂ મેળવાયો નથી. આગ એટલી વિકરાળ છે કે, બે-ત્રણ ફાયર ફાઈટરથી ઝડપી કાબુમા આવી શકે તેમ નથી.
આ મામલે ફેક્ટરીના માલિકે જણાવ્યું કે, હું ઘરે હતો ત્યારે મને ફોન આવ્યો કે આગ લાગી છે. હું ફેક્ટરી પહોંચ્યો તો જાયું ખુબ મોટી આગ લાગી છે. તેમણે જણાવ્યું કે, આગની ઘટનાથી ૨૦૦ કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. આ ઘટનાની જાણ થતા સ્થાનિક મામલતદાર અને ધારાસભ્ય પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા. હાલમાં ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. મહત્વની વાત એ છે કે, આ ફેક્ટરીની બાજુમાં જ સરકારી મગફળીનું ગોડાઉન આવેલું છે. જેમાં ટેકાના ભાવે ખરીદવામાં આવેલી કરોડો રૂપિયાની મગફળીનો માલ પડ્યો છે. આગ ફેલાઈ તે ગોડાઉન સુધી ન પહોંચે તેની ખાસ તકેદારી રાખી ફાયરની ટીમ આગલ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આગ કેવી રીતે લાગી તે મુદ્દે જાણી શકાયું નથી. પરંતુ મોટા પાયે નુકશાન થતા, ફેક્ટરીના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવવાના પગલા હાથ ધર્યા છે.
આ બાજુ વડોદરાના કરજણના જીથરડી ગામ પાસે આવેલી એક કંપનીમાં પણ ભીષણ આગની ઘટના સર્જાઈ છે. જૂની જીથરડી પર આવેલી એક મછર કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટે ગોટા કેટલાએ કિલોમીટર સુધી દેખાઈ રહ્યા હતા. આગની ઘટનાની લોકોને જાણ થતા લોકોના ટોળે ટોળા અહીં ઉમટી પડ્યા હતા. આ ઘટનાને પગલે કરજણથી ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી રહી છે. કરજણ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. જાકે, સદનશીબે બંને આગની ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY