નવા વર્ષમાં છેલ્લાં દસ વર્ષનાં સૌથી વધારે રેકોર્ડબ્રેક લગ્નનાં મુહૂર્ત

0
11

અમદાવાદ,તા.૧
શરૂ થયેલા નવા વર્ષ-કેલેન્ડર વર્ષ સન ર૦૧૯માં છેલ્લાં દસ વર્ષનાં સૌથી વધારે લગ્નનાં મુહૂર્તની સંખ્યા ૭ર દિવસની રહેવાથી વર્ષના પ્રારંભ સાથે જ લગ્નની મોસમ પુરબહારમાં ખીલશે. વર્ષ ર૦૧૧ પછી પહેલી વાર આટલી મોટી સંખ્યામાં લગ્ન સહિતનાં અન્ય શુભ કાર્યનાં મુહૂર્ત નીકળ્યાં છે.
વર્ષ ર૦૧૧માં લગ્નનાં સૌથી વધારે મુહૂર્ત ૬૮ દિવસ હતા. જ્યારે સૌથી ઓછા લગ્નનાં મુહૂર્ત વર્ષ ર૦૧૦ અને ર૦૧રમાં ૩૮ દિવસ હતા. જ્યારે બાકીનાં વર્ષમાં ૪૧ દિવસ સુધીનાં લગ્નનાં મુહૂર્ત હતાં. આ વર્ષે વધુ શુભ મુહૂર્તના કારણે વાહન ખરીદી, વાસ્તુ અને પૂજા સહિતનાં મુહૂર્ત પણ વધુ રહેશે, જેના કારણે સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થવાની શકિયતા છે.
આ વર્ષે ૧૭ જાન્યુ.થી લગ્નની મોસમ શરૂ થઈ રહી છે, જેમાં શુભ દિવસ વધારે છે. છેલ્લાં દસ વર્ષમાં અગાઉ સન ર૦૧૧માં લગ્નનાં મુહૂર્ત સૌથી વધારે ૬૮ દિવસ હતા. જ્યારે છેલ્લા દસકામાં સૌથી ઓછાં લગ્નનાં મુહૂર્ત સન ર૦૧૦ અને ર૦૧રમાં ફક્ત ૩૮ દિવસ હતા. જ્યારે ર૦૧૮ના વર્ષમાં ૪૧ દિવસ લગ્નનાં મુહૂર્ત હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY