સ્મિથ બાદ વોર્નર પણ ઈજાના કારણે બંગલાદેશથી પાછો ફરશે

0
4

મેલબર્ન,તા.૧૮
બોલ ટૅમ્પરિંગના કૌભાંડમાં પોતાની ભૂમિકા બદલ મુકાયેલા પ્રતિબંધની મુદત પૂરી કર્યા પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરવાનો પ્રયાસ કરી રહેલા ડેવિડ વોર્નરને હાલમાં રમાતી બંગલાદેશ પ્રીમિયર લીગ (બી. પી. એલ.)માં હાથની કોણીમાં ઈજા થઈ હતી. વોર્નર આ કારણે સ્પર્ધાને છોડી સ્વદેશ વહેલો પાછો રવાના થશે.
દક્ષિણ આફ્રિકા ખાતેના છેલ્લા પ્રવાસમાં બોલ ટૅમ્પરિંગના ભ્રષ્ટાચારમાં સંડોવણી બદલ ૧૨ મહિનાના પ્રતિબંધ હેઠળ રહેતા આૅસ્ટ્રેલિયાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથને પણ ઈજા થઈ હતી અને તે પાછો ફર્યો હતો તથા તેની જમણા હાથની કોણી પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી કે જે કારણે તે ઓછામાં ઓછા છ અઠવાડિયા સુધી રમી શકનાર નથી.
વોર્નર સ્પર્ધામાં સીલ્હેટ સિક્સર્સની ટીમ વતી ૧૯મી જાન્યુઆરીએ મેચમાં રમ્યા પછી સોમવારે સ્વદેશ પાછો ફરશે, એમ ક્રિકેટ આૅસ્ટ્રેલિયા (સી. એ.)ની સત્તાવાર વેબસાઈટ પર કહેવામાં આવ્યું હતું. વોર્નરે સ્પર્ધામાં તેના પાંચ દાવમાં બે અડધી સદી ફટકારી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY