અમદાવાદ,તા.૨
રાજ્યમાં અવાર નવાર બિલ્ડર્સ લોબીમાં આઇટીના દરોડા પડતા હોયા છે. ત્યારે અમદાવાદમાં શુક્રવારે મોડી સાંજે આઈટી વિભાગે સપાટો બોલાવ્યો હતો. શહેરમાં મોડી સાંજે પડેલા આઇટીના દરોડામાં જાણીતા રિદ્ધિ સિદ્ધિ ગ્લુકો લિમિટેડ હાથે ચઢી હતી. જ્યાં આઇટીના આધિકારીઓને ૪ કરોડ રૂપિયાની રકમ મળી આવી હતી.
હાલ આઈટીના અધિકારીઓએ કંપનીના ચેરમેન અને ડાયરેક્ટરોના ઘરે સકંજા કસતા તેમના પર તવાઈ બોલાવી છે. આઈટીને હજી તેમના અન્ય સ્થાનો પરથી મોટાપાયે બેનામી સંપત્તિ મળે તેવી સંભાવના વ્યક્ત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ પણ અનેક વખત અલગ અલગ જગ્યાએ આઈટીના દરોડા પડતા રહ્યા છે. તમને જણાવીએ કે, આણંદના ઉમરેઠમાં ફાયનાન્સ પેઢી પર આયકરના દરોડા પડ્યા હતા, જેમાં આયકરની ૨ ટીમો દ્રારા ચોકસી બજારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ રેડમાં એસ એલ ચોકસીની પેઢી, વ્રજ જવેલર્સ પેઢીમાં પણ આયકર વિભાગના દરોડા પડ્યા હતા. આ સિવાય પેઢી અને નિવાસ સ્થાને આયકરની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટમાં આવકવેરા વિભાગ દ્રારા થોડા સમય પહેલા સરવે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં મારૂતિ કુરિયરે ૨.૫૦ કરોડનો એડવાન્સ ટેક્સ ભરીને પ્રશંસનીય કામગીરી હાથ ધરી હતી. હવે આશુતોષ એન્ટરપ્રાઈઝમાં સરવેની કામગીરી હાથ ધરાઇ છે. એવું ચર્ચાઇ રહ્યું છે કે, આઇટી વિભાગમાં ટાર્ગેટ પૂરો કરવા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સિવાય પોરબંદરમાં ફિશના વેપારીને ત્યાં આવક વેરા વિભાગનો સરવે થયો હતો. જેમાં સાગર સમ્રાટ નામની ફિશ એક્સપોર્ટ પેઢીને ત્યાં સરવે હાથ ધરાયા હતો. આ સર્વમાં મોટા પ્રમાણમાં કાળુ નાણું બહાર આવે તેવી શકીયતા સેવાઇ હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



