હાઇટેનશન લાઈન નીચે પરવાનગી વગર બાંધકામ કરતા રહીશો અટકાવ્યા, મકાનો જોખમી
રાજપીપલા : રાજપીપલા નજીક આવેલ વડીયા ામે આવેલી રોયલ સનસીટી સોસાયટી માં હાલ બિલ્ડર દ્વારા ફેઝ -2 બનાવવા માં આવી રહ્યું છે. જે સોસાયટી પણ પૂર્ણ થવા આવી છે પરંતુ સોસાયટી ઉપરથી જતી હાઈટેનશન વીજ લાઈ ને લઈને શરૂઆત માં જગ્યા છોડી દીધી હતી પરંતુ હવે ટેનામેન્ટ બાધી રોકડી કરીલેવાની ફિરાકમાં આ હાઇટેનશન લાઈન નીચે પરવાનગી વગર બાંધકામ શરૂ કર્યું અને મકાનો પણ બાંધી દીધા આ મકાનોના ધાબાપરાથી હાથ ઉંચો કરે તો ચોટીજવાય એવી પરિસ્થિતિ છે ત્યારે આ બાબત સ્થાનિક રહીશો ને ધ્યાન પર આવતા આ જોખમી મકાનોની કામગીરી અટકાવી દેવામાં આવી અને અને આ મકાનો તોડી પાડવા જિલ્લાકલેક્ટર ને સોસાયટીના રહીશો રજૂઆત કરશે।

અત્રે ઉલ્લેખનીય છે કે હાઇટેનશન વીજ લાઈન માં વહન કરતા વીજ પ્રવાહ એટલો જોખમી હોય છે કે આ લાઈન થી 14 મીટર જેટલું અંતર રાખી બાંધકામ કરવામાં આવે કે કોઈ અન્ય કામગીરી કરવામાં આવે છે પરંતુ આ બિલ્ડર દ્વારા જે મકાનો બાંધવામાં આવે છે. જેના ધાબા પરથી માંડ બે મીટર ઉંચાઈ એ હશે, સોસાયટી માં એક મકાન જે બનાવ્યું છે જેના પર પતરા નાખવામાં આવ્યા તો એટલું જોખમી છે કે કોઈ દિવસ મોટી દુર્ઘટના સર્જાશે। જેથી સ્થાનિક રહીશો રોષે ભરાયા અને આ મકાનો તોડી પાડવાની માંગણી કરી રહયા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા, ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





