પેરોલ ફ્લો સ્કોડ દ્રારા બાતમીના આધારે વાલિયા પોલીસ મથકના ગુન્હામાં નાસતા ફરતાં આરોપીને ઝડપી પાડી પોલીસ મથકે સોંપી દીધો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સંદીપસીંગની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ સ્કોડ ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને સ્ટાફના માણસોને બાતમી મળેલ કે વાલીયા પો.સ્ટે.ફસ્ટ ગુન્હા રજી નં.૮૨/૧૫ આઈ.પી.સી કલમ.૩૮૦,૧૧૪ મુજબના ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો આરોપી નિલેશ ઉર્ફે નરેશ મોહન ચૌધરી રહે.ઇસનપુર,તા. માંગરોલ,જી.સુરતનાનો આજ રોજ વાલિયા બજારમાં આવનાર છે. જે બાતમી આધારે વાલીયા બજારમાં પેરોલ ફ્લો સ્કોડના પો.સ.ઇ. તથા સ્ટાફના માણસોએ વોચમાં રહી બાતમી મુજબનો ઇસમ આવતા તેને પકડી કાયદેસર કાર્યવાહી કરી ઉપરોકત વાલીયા પોલિસ મથકના ગુનામાં પકડવાનો બાકી હોય વાલીયા પોલીસ મથકે સોપવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના દરમ્યાન પેરોલ ફ્લો સ્કોડ દ્રારા સારી કામગીરી કરું નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડી વળી પાછા જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.જેના કારણે ગુન્હાઓમાં નસતા ફરતાં આરોપીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"