ઇસ્લામાબાદ,તા.૨૦
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પુલવામામાં આતંકી હુમલાને લઈને ઇમરાન ખાન સરકારના વલણ સામે સવાલ ઉભા કર્યા છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં ઝરદારીએ કહ્યું હતું કે મને લાગે છે કે આ ઘણી ખતરનાક સ્થિતિ છે. જો તેમને (ભારત)ને શંકા છે તો આપણે કો-ઓપરેટ કરવું જાઈએ. કારણ કે આંતરરાષ્ટ્રીય અલગાવવાદ સામે નજર આવી રહ્યો છે.
ઝરદારીએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન તરફ ઇશારો કરતા કહ્યું હતું કે જા તમને આંતરરાષ્ટ્રીય અલગાવવાદ નથી દેખાઈ રહ્યો તો હું દેખાડી શકું છું. હું તમારા એમ્બેસેડર અને ઓળખનારને પુછુ છું કે તમારા લોકોમાંથી મને આંતરરાષ્ટ્રીય સ્તરે ફક્ત એક નામ આપો, જે ઇમરાન ખાનનો મિત્ર હોય?
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે ઇમરાન ખાન એમેચ્યોર (અપરિપક્વ) છે. તેને ખબર નથી કે આંતરરાષ્ટ્રીય રાજનીતિ કેવી રીતે સંભાળવાની છે. આ શીખવા માટે તેને હજુ ઘણો સમય લાગશે.
આસિફ અલી ઝરદારીએ કહ્યું હતું કે ઇમરાન સાહેબ! તમને સલાહ આપનાર લોકોએ જા કેટલાક મુસ્લિમ દેશો સાથે તમારી સહાયતા કરી દીધી તો તેને ઇન્ટરનેશનલ સપોર્ટ સમજવાની ભૂલ ન કરતા. મારા કાર્યકાળમાં ૨૬/૧૧ આતંકવાદી હુમલો થયો હતો. અમે આ મામલાને સોહાર્દપૂર્ણ રીતથી સંભાળ્યો હતો પણ ઇમરાન ખાન વધારે મેચ્યોર નથી. તેને ખબર નથી કે શું કરવાનું છે. હકિકતમાં બીજાના ઇશારે કામ કરે છે તેથી દેશની સ્થિતિ ખરાબ થઈ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



