ગણેશ સુગર વટારીયા દ્વારા શેરડી ના વ્યાજબી ભાવ ન અપાતા સભાસદ ખેડૂતો આંદોલન ના માર્ગે

0
1083

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજરોજ ગણેશ સુગર ખાતે મોટી સંખ્યા માં ખેડૂતો પોતાની માંગણી ઓ ની રજુવાત માટે એકત્ર થયા હતાં પરંતુ ચેરમેને ખેડૂતો ને મળવા નું ટાળી સુગર છોડી જતા રહ્યા હતાં.! ખેડૂતો ની વાત સાંભળવા ની પણ તસ્દી લીધી ન હતી.

સુગર ના ગેર વહીવટ ના પ્રતાપે ખેડૂતો ને કરોડો નું નુકશાન ભોગવવું પડ્યું છે,તેનો જવાબ આપવા કે ખેડૂતો ની વ્યથા ને સમજવા જેટલુ પણ સૌજન્ય દાખવ્યા વગર આપખુદી વર્તન દાખવતાં ખેડૂતો માં રોષ ની લાગણી ફેલાઇ છે. ખેડૂત સમાજ ના પ્રમુખ જયેશ ભાઈ પટેલે પણ વાત કરી રસ્તો કાઢવા માટે અપીલ કરી પણ સત્તા ના નશા માં  મદમસ્ત બની તેમની વાત પણ ન સાંભળી ખેડૂતો ની ઉપેક્ષા કરેલ હતી .


,
આજે ઉપવાસ પર ઉતરેલા ખેડૂત નેતા ઓ એ જ્યાં સુધી ભાવ વધારો ના મળે ત્યાં સુધી ઉપવાસ કરવાનુ નક્કી કરેલ છે,
ખેડૂત સમાજ માં ચેરમેન નાં સરમુખત્યારી વલણ થી અત્યંત નારાજગી જોવા મળે છે
આવતી કાલે જિલ્લા કલેકટર ને પણ આવેદન આપી તટસ્થ તપાસ માટે રજુવાત કરવાંમાં આવશે.

યુનિયન બેક સાથે ના ક્રોપ ધિરાણ નું સત્ય જાણવાં બેક ને પણ આવેદન આપી સત્ય જાણવાં પ્રયાસ કરાશે,
જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે,તેવો સુર સાંભળવા મળેેેલ.

“ખેડૂતો નો આક્રોશ”

“”ઓહ શુ વાત છે ચેરમેન સહવાબ ની આપ ના ગેરવહીવટ નો દોષ સરકારની નીતિ ઓ પર ધોળી ને તમો ક્લીન ચિટ મેળવવા સૂફીયાની વાતો કરો છો,
અમારે કોઈ જૂની વાતો કરવી નથી,તમો મરોલી સુગર અને રાજસ્થાન સરકારમાં ફસાયેલા રૂપિયા નું સત્ય લેખિત માં રજૂ કરો,ચેરમેન નો હરિસિંહ મહિડા પરનો પ્રેમ જોઈ આશ્ચર્ય થયું ,,જો ચેરમેન હરિસિંહ મહિડા સાહેબ ને આદર્શ માનતા હોત તો આ કરોડો ની તારાજી સર્જી ખેડૂતો ને બેહાલ કર્યાં તે ઘટના ન બનતે, તમે સાચા છો તો ચર્ચા થી કેમ ભાગો છો,?
યુનિયન બેક માંથી મૃત સભાસદો ના નામે પણ ધિરાણ લીધા છે જો તમે સાચા હો તો યાદી રજૂ કરો,
39 કરોડ ના ધિરાણ ની સામે ક્યાં ખેડૂત ને કેટલું ધિરાણ આપ્યું તે સત્ય રજૂ કરો એટલે તમારી નિષ્ઠા ખેડૂતો માને, માત્ર ને માત્ર ખોટી વાતો જ મીડિયા માં કરી ખેડૂતો ને ગુમરાહ કરવાનું બંધ કરો
ખેડૂતો પડવાઈ સુગર જેટલા ભાવ માંગે છે બારડોલી જેટલા નહિ,
ગણેશ પછી બનેલું આપડા જ વિસ્તાર નું કારખાનું જો આપણી કરતા સારું કરતું હોય તો વાંક કોનો? તમારા શાસન માં જ કરોડો નો ગેર વહીવટ કેમ? બીજી સુગર ના રૂપિયા રાજસ્થાન અને મરોલી માં ફસાતા નથી,કેમ અન્ય સુગરો તમારી જેમ યુનિયન બેક માંથી 39 કરોડ ની ક્રોપ લૉન લેતી નથી,?
કેમ બીજી સુગરો આસામ હિમાચલ માં ખાણ વેચવા જતી નથી,?
તમારા સ્વાર્થ માટે કરોડો નું નુકસાન કર્યું અને પાછા મિડિયા માં નફ્ફટ થઈ ખેડૂતો નો અને સરકાર નો દોષ કાઢો છો?નુકશાન તમે કરો અને ખોટ ખેડૂતો ભરે?આ ક્યાં નો ન્યાય ખેડૂતો ભૂખ્યા તરસ્યાં ન્યાય માટે સુગર ના ઓટલે બેઠા છે અને તમે એસી માં મોજ મઝા કરો છો,પણ ખ્યાલ રાખજો કુદરત ના દરબાર માં દેર છે અંધેર નથી,એક દિવસ કર્મ અહીં જ ભોગવવું પડશે,””

આમ ગણેશ સુગર ખાતે શરૂ થયેલ ઉપવાસ આંદોલન શુ અને કેવો વળાંક લેશે તે તો સમયજ બતાવશે.

.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY