હવે બુહમતિથી એક બેઠક આગળ છે ભાજપ, લોકસભામાં ૨૭૩ બેઠક થઇ

0
112

ન્યુ દિલ્હી,
તા.૧૫/૦૩/૨૦૧૮

૨૦૧૪ ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહૂમતિ આપી. તે સમયે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર એવી હતી કે ભાજપને રેકોર્ડ ૨૮૨ બેઠક મળી હતી. પરંતુ ૨૦૧૮ આવતા સુધીમાં ભાજપની લોકસભાની બેઠકો ઘટવા લાગી. ચાર વર્ષમાં ભાજપની ૨૮૨ લોકસભા બેઠકમાંથી ૨૭૩ પર પહોંચી ગઇ.

હાલમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપને ૨ બેઠકો પર ઝટકો લાગ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ગોરખપુર અને ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદની ફુલપુર બેઠક પર ભાજપનો પરાજય થયો છે. આ બંને બેઠક પર બસપા સમર્થિત સપાએ જીત મેળવી છે. આ પરિણામ બાદ ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

આગામી ૨૦૧૯ની ચૂંટણીને લઇને ભાજપમાં ફરી મંથન શરૂ કરાયું છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં પીએમ મોદી લહેર જાવા મળી હતી. ૨૦૧૪માં યોજાયેલ બીડ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરા બેઠક પરથી ભાજપની અંદાજે ૭ લાખ અને ૩ લાખ મતથી પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર જાવા મળી હતી.

પરંતુ ૨૦૧૫માં આ લહેરને ઝટકો લાગ્યો હતો. મધ્યપ્રદેશમાં રતલામ બેઠક પર કોંગ્રેસની જીત મળી હતી અને ભાજપની હાર થઇ હતી. વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં યોજાયેલ ૫ લોકસભા પેટાચૂંટણીમાં આ લહેર થોડી વધારે ફિક્કી પડતી જાવા મળી હતી. જેમાં ભાજપે ગુરદાસપુર, અલવર, અજમેરની સાથે ફૂલરપુર અને ગોરખપુર બેઠક પર પરાજયનો સામનો કરવો પડ્યો.

ગોંડિયા (મહારાષ્ટ), ફૂલપુર(યુપી), ગોરખપુર (યુપી), અજમેર (રાજસ્થાન), અલવર (રાજસ્થાન), ગુરદાસપુર (પંજાબ), રતલામ (મધ્યપ્રદેશ), કૈરાના (ઉત્તર પ્રદેશ), પાલઘર (મહારાષ્ટ)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY