મરાઠા અનામત પ્રશ્ને વધુ એક વ્યક્તિએ આપઘાત કરી લીધો

0
165

મુંબઈ, તા. ૩૧
મરાઠા અનામત આંદોલનને લઇને તંગદિલીનો દોર જારી રહ્યો છે. અનામતની માંગને લઇને મહારાષ્ટ્રમાં આત્મહત્યાનો વધુ એક કિસ્સો સપાટી ઉપર આવ્યો છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં ૩૮ વર્ષીય વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. મામલાની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીએ કહ્યું છે કે, મુંબઈથી આશરે ૫૭૦ કિલોમીટરના અંતરે નાંદેડના ધાબાદ ગામમાંકાચરુ કલ્યાણે આપઘાત કરી લીધો છે. કલ્યાણ એ વખતે આપઘાત કર્યો હતો જ્યારે ઘરના લોકો કોઇ કામથી બહાર ગયેલા હતા. કાચરુના મૃતદેહની પાસે સ્યુસાઇટ નોટ મળી આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે, અનામત માટે મરાઠા સમુદાયની માંગને લઇને તે આપઘાત કરી રહ્યો છે. અધિકારીએ કહ્યું હતું કે, પોલીસ આપઘાતની નોટને લઇને પ્રમાણિકતામાં તપાસ કરી રહી છે. મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નોકરીમાં અનામતની માંગને લઇને મરાઠા સમુદાયના આંદોલન દરમિયાન છેલ્લા એક સપ્તાહથી હજુ સુધી પાંચ લોકોના મોત થઇ ચુક્યા છે. પોલીસે કહ્યું છે કે, આ મુદ્દા ઉપર ઔરંગાબાદમાં એક વ્યક્તિ દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે. ૨૮ વર્ષીય પ્રમોદ ઘોરે પાટીલે આપઘાત કર્યો હતો. પ્રમોદે રવિવારના દિવસે ફેસબુક અને વોટ્‌સએપ પર લખ્યું હતું કે તે અનામતની માંગને લઇને પોતાની જાન આપી દેશે. આ પોસ્ટ બાદ તેની શોધખોળ શરૃ થઇ હતી. આખરે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. મરાઠા આંદોલનને લઇને મંગળવારે વ્યાપક હિંસા થઇ હતી. ગઇકાલે હિંસા દરમિયાન ભારે તોડફોડ કરવામાં આવી હતી. પુણેમાં અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. હિંસા વધતી જતાં થોડાક સમય માટે કલમ ૧૪૪ લાગૂ કરવામાં આવી હતી. જા કે, મામલો શાંત થયા બાદ કલમ ૧૪૪ને હટાવી લેવામાં આવી હતી. પુણે-નાસિક માર્ગ ઉપર અચાનક હિંસાની શરૂઆત થઇ હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY