એક NGO ના પ્રવક્તા જણાવે છે કે આવો પરિપત્ર બહાર પડતા ફલિત થયું કે આ ધંધામાં પોલીસ ની ભાગબટાઈ હોઇજ શકે તો પછી નિયમ ની શરુઆત 5 બોટલ થીજ રાખવી જોઈએ .જે માટે પરિપત્ર ના નિયમોમાં થોડા ફેરફાર અત્રે પ્રસ્તુત કર્યા છે કહેવાતી પારદર્શક સરકાર ની તૈયારી હોય તો અજમાવી લો ખરેખર
દારૂબંધી ના અમલ માટે અકસીર ઈલાજ છે.
દારૂબંધી ના અમલ માટે ની ટિમ કેટલાક નામ સહીત જેમાં કેટલાક અધિકારી ના નામ છે તેમને ન બદલવા અને રાજકીય કે અન્યઉપરી અધિકારીઓ એ તેમના કાર્ય ક્ષેત્ર માં ચંચુપાત ન કરવો.
ટિમ નું નામ: ગુજરાત રાજ્ય નશાબંધી વિભાગ
ટિમ નું કાર્યક્ષેત્ર :જરૂર જણાય અખંડ ભારત.
ટિમ ની આગેવાની: માં મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય.
ટિમ ના વડા અધિકારી: ગુજરાત રાજ્ય ના ડીજીપી.
(જેમના તમામ હકારાત્મક નિર્ણયો ટિમ ને લેખિત કરવા ના રહેશે.)
ટિમ ના દરેક ઉપરી અધિકારી ને વ્યાજબી કારણસર નીચલા અધિકારી ને સીધા ટરમીનેટ કરવાનો રહશે જે બાબતે કોઈ રાજકીય,ખાતાકીય કે ન્યાયક્ષેત્ર માં ટરમીનેટ થયેલો અધિકારી જઇ શક્શે નહીં.(મતલબ કસૂરવાર ઠર્યા સીધા ઘરે ભજીયા વેચો)
ટિમ: અત્રે કેટલાક નામ ની રજુઆત છે (જેમાં ફેરફાર ન કરવા વિનંતી)
નશાબંધી ના વડા 1.હોદ્દા ની રુએ શ્રીમાન ડીજીપી ગુજરાત.
2.ADGP Law and order.
3.મુખ્ય અધિકારી ADGP શ્રી.સમશેરસિંઘ IPS
4.IGP શ્રી હસમુખ પટેલ IPS
5 IGP શ્રી પીયૂષ પટેલ IPS.
6.IGP શ્રીમતી નિપુરણા તોરવણે IPS
7.IPS શ્રી સુભાષ ત્રિવેદી
8.IPS શ્રી મહેન્દ્ર બગડીયા
9.IPS શ્રી અંતરિપ સુદ
10.IPS લીના પાટીલ
11 IPS વિધિ ચૌધરી
12.IPS. ઉષા રાડા
——————————-
ઉપરોક્ત અધિકારીશ્રી ની ટીમ માં 18 કે તેથી વધુ 24 કે 36
Dysp શ્રી ઓ ની નિમણૂક કરવી જેમાં શ્રી પી.એચ.ભેંસણીયા જેવા કડક
અધિકારી ઓ ની પસંદગી કરવી.
————————————
જેઓ ની ટિમ માં 72 પોલિસ ઇન્સ્પેક્ટર જેમાં IT અને સાયબર નિષ્ણાતો પણ હોય.
———————————–
જેમની ટિમ માં 144 PSI જેમાં ડાયરેકટ Psi લેવા જેમની ઉંમર હાલના તબક્કે
32 વર્ષ થી વધુ ન હોવી જોઈએ.IT ane cyber માં માસ્ટરી હોવી જોઈએ.
———————————-
જેમની ટિમ માં એક psi દીઠ
મિનીમમ 2 સાદા અને એક આર્મડ કોન્સ્ટેબલ હોય.જે ઉપરી અધિકારી ની એટલેકે psi કે તેની ઉપર ના ની સૂચના થતાંજ ફાયરિંગ કરી શકે ,તપાસ દરમ્યાન લાબું ટ્રાવેલીગ કરી શકે તેમ મેડીકલી ફિટ અને ઉંમર 32 થી વધુ ન હોય
———————————–
ઉપરોક્ત તમામ જગ્યાઓ પર એટલો જરૂરી સક્ષમ લિવ રિઝર્વ સ્ટાફ હોવો જરૂરી
———————————–
નિયમ.1 પાંચ હજાર થી વધુ નો દારૂ પકડાય તો બીટ જમાદાર ને બદલી અને મમો
એજ જમાદાર ની બીટ માંથી બીજીવાર દારૂ પકડાય તો મેમો
અને જિલ્લા બહાર ટ્રાન્સફર
અને બીજા જિલ્લામાં પણ તેની બીટ માંથી દારૂ પકડાય તો ઘરે રવાના એટલે કે ડિપાર્ટમેન્ટ માંથી છુટ્ટા.
————————————-
એજ રીતે PSI ને પણ પકડાયેલ દારૂની રકમ 10000/-પહેલી વાર મેમો અને જિલ્લા ફેરબદલ.બીજીવાર મેમો અને
2ઇન્ક્રીમેન્ટ રોકવા ત્રીજીવાર ઘરે રવાના.
————————————
એજ રીતે DYSP ને પણ રકમ
25000/-એક મહિના માં 1 લાખ નો દારૂ પકડાયપહેલીવાર મેમો અને બીજીવાર જિલ્લા ફેરબદલ.ત્રીજીવાર મેમો અને 3 ઇન્ક્રીમેન્ટ બંધ.ચોથીવાર ઘરભેગા કરવા.
————————————
એજ પ્રમાણે જિલ્લા અધિક્ષક ને એક મહિનામાં તેના જિલ્લામાં થી 3લાખ કે તેથી વધુ નો દારૂ પકડાય તો મેમો આપવો બીજીવાર પકડાય તો મેમો સાથે બદલી ત્રીજી વાર બદલી ની જગ્યાએ એક મહિનામાં ત્રણ લાખ કે તેથી વધુ નો દારૂ પકડાય તો મેમો અને લાઇફ ટાઈમ બ્રાન્ચ માંજ નોકરી આપવી.
——-–————————————- ——– શ્રીમાન રેન્જ આઈજી માટે તેની રેન્જ માં એક મહિનામાં કુલ રૂપિયા 15 લાખ કે તે થઈ વધુ નો દારૂ પકડાય તો મેમો આપવો.બીજીવાર માં પ્રમોશન અટકાવવું.ત્રીજીવાર માં બ્રાન્ચ કરાવવી.
(અહીં દારૂ એટલે દેશી અને વિદેશી એમ બંનેનું ટોટલ પકડવું.)
———————————
સરકાર શ્રી ને મંજુર હોય તો ઠીક બાકી દારૂ બંધી ના અમલીકરણ માં પાંચ બોટલ હોય કે પાંચ લાખ નો હોય પ્રજા ને શુ ફેર પડે છે ?
—-–——————————અત્રે તપસ ના અને અધિકારી માટેના નિયમો માનનીય ડીજીપી સાહેબ ના જ અમલી રાખવા જે ગઈ કાલ ના પરિપત્ર માં દર્શાવેેેલ છે
–——–————————–
અને હા ખાસ ફોરેન લિકર લાયસન્સ શોપ વધારવી કાયદા મુજબ આવક હોય તેને incom tax રિટર્ન રજુ કરી આરોગ્ય વિષયક પરમિટ આપવી જેથી રાજ્ય ની આવક માં વધારો થાય.અને દર્દી અને દર્દી અન્ય નશા નું સેવન ન કરે જે નશા ને પકડવા માં પોલીસ નેે તકલીફપડે આ બધિપલોજણ ન કરવી હોય તો નશાબંધી નો કાયદો હટાવી પોલિસ ને અન્ય ગુન્હા ડિટેકટ કરવામાં મદદ રૂપ થાઓ
કામનું ભારણ અને ભ્રષ્ટાચાર બંધ થશે . . બાકી સરકાર ની ઈચ્છા.પ્રજા એ રાજા રાખે તેમ રહેવાનું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"