પીપોદરાના મોંગલધામ મંદિરે દર્શને આવેલા સુરતના ભક્તના ખિસ્સામાંથી રૂ. 50 હજારની ચોરી

0
6

 

પીપોદરા

 

સુરત જિલ્લાના પીપોદરા ખાતે આવેલા પ્રખ્યાત મોંગલધામ મંદિરમાં દર્શન કરવા આવેલા સુરતના યોગી ચોકના રહેવાસી દિનેશભાઈ પટોલિયાના ખિસ્સામાંથી અજાણ્યા શખ્સો રૂ. 50 હજારનું રોકડ બંડલ સેરવી ગયા હતા. ત્રણ ઈસમોએ ચાલાકીપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

 

ચોરોએ પૂર્વયોજિત રીતે ભોગ બનનારને નિશાન બનાવ્યો હતો. એક ઈસમે દિનેશભાઈને એક્ટિવા અડકાડીને તેમનું ધ્યાન ભટકાવ્યું હતું, તે દરમિયાન પાછળથી આવેલા અન્ય ઈસમે તેમના ખિસ્સામાંથી રોકડ રકમનું બંડલ સેરવી લીધું હતું.

 

ઘટનાની જાણ થતાં પાલોદ પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે મંદિર અને આસપાસના CCTV ફૂટેજના આધારે ત્રણેય શખ્સોને શોધી કાઢવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY