ગત તારીખ- ૨૧/૦૫/૨૦૧૮ ના રોજ ભરૂચ શહેર ‘બી’ ડીવીઝન પો.મથક વિસ્તારમાં જંબુસર બાયપાસ ચોકડી પાસે બ્રિઝા ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા ૪.૩૩ લાખની ચોરી કરી બે અજાણ્યા ઈસમો બાઈક પર ભાગી ગયેલ.

ફરીયાદી ઈમ્તીયાઝ દાઉદ અલી બગસ રહે- પારખેત નવીનગરી તા-જી- ભરૂચ નાઓએ ફરીયાદ આપેલ જે ગુનેગારોને શોધી કાઢવા ભરૂચ જીલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલાની સુચના અને પો.ઈન્સ્પેક્ટર એસ.સી.તરડે, એલ.સી.બી. ભરૂચ એ અલગ અલગ ટીમો બનાવી કામે લગાડેલ જેમાં સી.સી.ટીવી ફુટેજ આધારે જાણવા મળેલ કે આ બન્ને આરોપીઓ લલ્લુભાઇ ચકલા થી ફરીયાદીની કારનો પીછો કરતા હતા અને ચકલા માંથી બન્ને આરોપીઓના સી.સી.ટીવી ફુટેજ મેળવી તપાસમાં હતા દરમ્યાન ભરૂચ ટ્રાફીક હાઈવે મેનેજમેન્ટના પો.સબ.ઈન્સ એસ.એન.દેસાઈ નાઓને આજે ૨૮/૦૫/૨૦૧૮ ના રોજ સી.સી.ટીવી ફુટેજમાં દેખાતો ઈસમ નર્મદા ચોકડી પાસે જોવામાં આવતા તેઓએ એલ.સી.બી.ભરૂચની ટીમને જાણ કરતા પો.સબ.ઈન્સ.કે.જે.ધડુક તથા એલ.સી.બી.ભરૂચની ટીમ હકીકત વાળી જગ્યાએ પહોચી જઈ પકડાયેલ આરોપી પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે ઉ.વ ૧૯ રહેવાસી- રાજધાની ચાલી મેલડી મંદિર સામે કુબેરનગર પાસે છારાનગર અમદાવાદ ઝડપી પાડી ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈ તા-૨૧/૦૫/૧૮ ના રોજ પોતે તથા તેનો મિત્ર રાજા બંગાળી રહે- છારાનગર અમદાવાદ વાળો હોન્ડા સાઈન મો.સા. લઈ ભરૂચ ચોરી કરવા આવેલ અને ઉપરોકત બનાવને અંજામ આપેલ હતો અને તેની અંગ જડતી કરતા રોકડા રૂપિયા ૧,૮૦,૦૦૦/- મળી આવેલ જે કબ્જે કરેલ છે.આ ગુનામાં સંડોવાયેલ બીજો આરોપી તથા હોન્ડા સાઈન મો.સા.તેમજ વધુ મુદ્દામાલ કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ આરોપીઓની એમ.ઓ એવી છે કે તેવો ફોરવ્હીલ ગાડીના કાચ તોડી તેમાથી રોકડા રૂપિયાની બેગ તથા પર્સ તથા દાગીના જેવી કિંમતી ચીજ વસ્તુઓ ચોરી કરી પલાયન થઈ જતા હોય છે.
આ કામે પકડાયેલ આરોપી પ્રફુલ ઉર્ફે પારસ અતુલભાઈ ઘમંડે ઉ.વ ૧૯ રહેવાસી- રાજધાની ચાલી મેલડી મંદિર સામે કુબેરનગર પાસે છારાનગર અમદાવાદ શહેરમાં અલગ અલગ પો.સ્ટે.માં ફોરવ્હીલ ગાડીના કાચ તોડી તેમાથી રોકડા રૂપિયાની બેગ તથા પર્સની ઉંઠાતરી કરવાના ગુનામાં પાંચેક વખત પકડાયેલાની કબુલાત કરેલ છે.
ઉપરોકત ગુન્હાને ગણતરીના સમયમાં ઉકેલનાર ટીમમાં પો.ઇન્સ.એસ.સી.તરડે તથા પો.સબ.ઈન્સ.એસ.એન.દેસાઈ તથા કે.જે.ધડુક. એ.એસ.ચવહાણ અને તેમની ટીમે એ સફળતા પૂર્વક પુરી કરેલ છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







