રાજ્યની સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને આદિજાતિ વિકાસ વિભાગની વિદ્યાર્થીનીઓની યોજનાના ધોરણે હવેથી ટ્યુશન ફી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે, એમ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની યાદીમાં જણાવેલ છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર અનુસૂચિત જાતિની કન્યાઓ કે જેમના વાલીની વાર્ષિક આવક રૂ.૨.૫૦ લાખથી વધુ છે તેમને ભારત સરકારની પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિનો લાભ મળતો ન હોઇ આ નિર્ણય કરાયો છે. જે મુજબ હવે સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફીમાં આવકનું ધોરણ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના મુજબ રૂ.૬,૦૦,૦૦૦/-ની વાર્ષિક આવક ધરાવતા અને ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ પછીના ડિપ્લોમા કક્ષાના અભ્યાસક્રમ માટે ધોરણ-૧૦ અથવા ધોરણ-૧૨ની પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવેલ હોય તેવી વિદ્યાર્થીનીઓને ટ્યુશન ફી માફીનો લાભ મળવા પાત્ર થશે, તેમ વધુમાં જણાવાયું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








