‘અસલામત’ ગુજરાત…યુવતીનું અપહરણ કરી ચાલુ કારમાં દુષ્કર્મ આચરતા ખળભળાટ

0
128

અમદાવાદ,તા.૨૮
અમદાવાદના પુર્વ વિસ્તારમાં રહેતી વેપારીની પુત્રી સોશિયલ મીડિયાના ઉપયોગનો શિકાર બની છે. ઇન્સ્ટાગ્રામ પર મળેલા મિત્રો અને તેના સાથીઓએ યુવતીને બ્લેકમેઇલ કરીને તેની સાથે માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં ત્રણ વખત દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો સામે આવી રહી છે. યુવતીને તેના મિત્ર અને તેના વર્તુળના શખ્સોએ અલગ અલગ જગ્યાએથી અપહરણ કરીને ચાલતી કારમાં ચાર શખસોએ દુષ્કર્મ ગુજાર્યો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવીને યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં મુકવાની ધમકી આપી હતી.આ અંગે યુવતી પાસે દુષ્કર્મ કરનારાઓએ રૂપિયાની માંગણી પણ કરી હતી.પરંતુ યુવતી પાસે પુરતા રૂપિયા ન હોવાથી તેણે પોતાની બુટ્ટી અને કેટલાક રોકડા રૂપિયા અપહરણકારોએ બતાવેલા સ્થળે મુકી દીધા હતા.આ બનાવ બાદ પણ દુષ્કર્મ આચરનારાઓએ યુવતી પર કોઇ સ્પ્રે છાંટી તેમજ નશાના ઇન્જેક્શન આપીને તેની સાથે ચાલતી કારે દુષ્કર્મ કર્યો હોવાની જાણ મહિલા હેલ્પલાઇન પર કરી અને સમગ્ર ભાંડો ફુટ્યો હતો.હાલ ઇસનપુર પોલીસ આ તપાસ સેટેલાઇટ પોલીસને સોંપી છે.
શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરુનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી બે શખ્સોએ ચાલુ કારમાં બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. બળાત્કારનો વીડિયો બનાવી યુવતીને લાકડી વડે માર મારી મોબાઈલ અને પર્સ લઇ છોડી દીધી હતી.
મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં સુપ્રિયા (નામ બદલેલ છે) નામની યુવતી રહે છે. માર્ચ મહિનામાં સુપ્રિયા નહેરુનગર સર્કલ પાસે સ્કૂટર લઈને ઊભી હતી ત્યારે કાળા કલરની સ્કોર્પિયો કારમાં મંકી કેપમાં ચાર અજાણ્યા ઈસમો આવ્યા હતા. સુપ્રિયાને કેફી પદાર્થ સુંઘાડીને બે શખ્સોએ ચાલુ ગાડીમાં બળાત્કાર ગુજાર્યો હતો.
અન્ય શખ્સોએ તેનો મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. સુપ્રિયાને લાકડીથી માર મારી તેનાં મોબાઈલ-પર્સ પણ લઈ લીધાં હતાં. જા આ બાબતે તે કોઈને કહેશે તો તેના બોયફ્રેન્ડ અને બહેનને મારી નાખવાની ધમકી આપી છોડી દીધી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY