અમદાવાદ,તા.૨૧
કોલ્ડ ચેઈન ઈન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રીફર ટ્રાન્સપોર્ટેશન અંગે ૩ દિવસનુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન અને કોન્ફરન્સનુ ઉદ્ઘાટન ગુરૂવારે વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે પરષોત્તમ રૂપાલા (ભારત સરકારના કૃષિ, પંચાયત રાજ અને ખેડૂત કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન) તથા મનસુખ માંડવીયા (ભારત સરકારના માર્ગ પરિવહન, ધોરીમાર્ગો, શિપીંગ, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ વિભાગના પ્રધાન) હાજરી આપશે.
ગાંધીનગરમાં તા. ૨૨થી ૨૪ નવેમ્બર ૨૦૧૮ દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન કમ એકિજબિશન સેન્ટર ખાતે યોજાનાર કોન્ફરન્સ રેફકોલ્ડ ઈન્ડીયા ૨૦૧૮ ભારતના અને વિશ્વના રેફ્રિજરેશન ઉદ્યોગના સહયોગીઓ એક જ સ્થળે એકત્ર થશે અને ખોરાકનો બગાડ નિવારવા માટેની ટેકનોલોજીમાં ઈનોવેશનની તાતી જરૂરિયાત હલ કરીને તથા વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા અંગેના પ્રયાસને ઘનિષ્ઠતાથી અનુસરી આ બાબતે ચર્ચા હાથ ધરશે.
આ ઉપરાંત આ સમારંભમાં બાયર સેલર મીટ દ્વારા કોલ્ડ ચેઈન અને રેફ્રીજરેશન ઉદ્યોગના સપ્લાયરો અને ગ્રાહકો મળશે. જંગી પ્રદર્શન અને કોન્ફરન્સ એક આદર્શ પ્લેટફોર્મ બની રહેશે અને વિદેશથી આમંત્રિત કરયેલા સંભવિત બાયર્સ સાથે વ્યૂહરચનાઓ વિકસાવવા અને જાડાણો માટે નેટવ‹કગની તકો પૂરી પાડશે.
રેફકોલ્ડ ઈન્ડીયાને વિવિધ વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો અને યુનાઈટેડ નેશન્સ એનવાયરોમેન્ટ પ્રોગ્રામ, આઈઆઈઆર, અમેરિકન સોસાયટી ઓફ હીટીંગ રેફ્રીજરેટીંગ એન્ડ એસી એનજીનિયર્સ, ગ્લોબલ ફૂડ ચેઈન કાઉન્સિલ જેવી વૈશ્વિક સંસ્થાઓનો સહયોગ હાંસલ થયો છે. આ પ્રતિષ્ઠીત સંસ્થાઓ કોન્ફરન્સમાં વિવિધ બેઠકોનું આયોજન કરશે, જેમાં થયેલો પરામર્શ ભાગ લેનાર માટે માર્ગદર્શક બની રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



