અમરેલી,તા.૨૫
ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. ગરમીનો પારો ઉચકાવાની સાથે જ માણસો સહિત પશુ પક્ષીઓ અકળય છે. અમરેલીમાં ગરમીના કારણે સિંહો પણ અકળાયા છે. અને પાણી માટે રઝળપાટ કરતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઇ રહ્યો છે.
મળતી માહિતી અમરેલીના જુનાસાવરની સીમમાં છ સિંહો દેખાયા હતા. આ સિંહો ગરમીના કારણે પાણીની શોધમાં ખેતરમાં રઝળપાટ કરતા હતા. તડકાના કારણે પરેશાન થયેલા છ સિંહો પાણીની શોધમાં નીકળ્યા છે. શેત્રુંજી નદી નજીકના ખેતરોમાંથી છ સિંહો દોડતા જોવા મળ્યા હતા. સિંહો દોડી રહ્યા હતા ત્યારે સ્થાનિક ખેડૂતે આ દ્રશ્યોને કેમેરામાં કેદ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, એક સાથે બાર સિંહો દેખા દેતા સિંહોની સંખ્યામાં વધારો થતો નજરે ચડ્યો હતો. દલખાણીયામાં ૨૩ સિંહોના મોત બાદ ધારી વિસ્તારમાં એક સાથે મોટી સંખ્યામાં સિંહોના ટાળા જાવા મળ્યાનો અદભુત નજારો સર્જાયો હતો
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



