માસૂમ બાળકીને પીંખી નાખનાર નરાધમ અનિલ યાદવને બપોર બાદ કોર્ટમાં રજૂ કરાશે

0
217

સુરત, તા. ૨૨
લીંબાયતમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાનો આરોપી અનિલ પાંડેને ટ્રાન્જીત રિમાન્ડથી સુરત લઈ આવવામાં આવ્યો હતો. શહેર પોલીસ આરોપીના ૧૪ દિવસના રેગ્યુલર રિમાન્ડની માગ કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લીંબાયતના સોમેશ્વર સોસાયટી ખાતે ભાડાના મકાનમાં રહેતો અનિલ યાદવ ગત ૧૪મી અોક્ટોબરના રાત્રે પહેલાં માળે રહેતી સાડા ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરી તેનું ગળુ દબાવી હત્યા કરી લાશïને બંધ રૂમમાં મૂકી બિહાર નાસી છૂટયો હતો.સુરત પોલીસની ટીમે અપહરણ, બળાત્કાર, હત્યા અને પોસ્કોના ગુના હેઠળ અનિલ યાદવને બિહારના બકસર જિલ્લામાંથી ઝડપી લીધો હતો. બકસર કોર્ટમાં રજૂ કરીને ટ્રાન્જીટ રિમાન્ડ મેળવી પોલીસ ગતરોજ સુરત આવી હતી. આરોપીની પ્રાથમિક પૂછપરછ બાદ સુરત પોલીસ ટ્રાન્જીટ રિમાન્ડ પુરા થતા ૧૪ દિવસના રેગ્યુલર રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY