ભારતીય ટપાલ વિભાગ દ્વારા ‘દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના’ની શરૂઆત

0
331

અમદાવાદ,તા.૨૩
ભારતીય ટપાલ વિભાગે ડિજિટલ ભારત તથા વિવિધ સમાજ કલ્યાણની યોજનાઓની સાથે ઈતર પ્રવૃત્તિના ભાગરૂપે ટપાલ ટિકિટમાં અભિરૂચિ અને સંશોધનના પ્રોત્સાહન માટે એક શોખ કેળવી પોતાના જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકે તે માટે “દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના” શરૂ કરી છે.
દીનદયાળ સ્પર્શ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ધોરણ ૬થી ૯ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાગ લઈ શકે છે. આ યોજનામાં પસંદગી પામેલ વિદ્યાર્થીને માસિક રૂ.૫૦૦ લેખે પ્રતિવર્ષ રૂ.૬૦૦૦ મળવાપાત્ર રહેશે. આ યોજનામાં ભાગ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ પોતાની અરજી જે તે પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ/સિનિયર સુપ્રિટેન્ડેન્ટને તારીખ ૧૦-૦૭-૨૦૧૮ સુધીમાં સ્પીડ પોસ્ટ કે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા રૂબરૂમાં આપી શકશે.
આ ઉપરાંત ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્તરે “ઢાઈ અક્ષર પત્ર લેખન અભિયાન” તારીખ ૧૫-૦૬-૨૦૧૮થી ૩૦-૦૯-૨૦૧૮ સુધી શરૂ કરવા આવ્યું છે. આ વર્ષે પત્ર લેખનનો વિષય “મારી માતૃભૂમિ ને પત્ર – Letter To My Motherland” જે રવીન્દ્રનાથ ટાગોરના “આમાર દેશેર માંટ્ટી”થી પ્રેરિત છે. આ પત્ર અંગ્રેજી, હિન્દી કે ગુજરાતી ભાષામાં લખી મુખ્ય પોસ્ટમાસ્તર જનરલ, ગુજરાત સર્કલ અમદાવાદ-૩૮૦ ૦૦૧ને તારીખ ૩૦-૦૯-૨૦૧૮ કે તે પહેલા મળી રહે એ રીતે મોકલવાના રહેશે.
આ સ્પર્ધામાં ભાગ લેનારને રાજ્ય સ્તર અને પછી રાષ્ટ્રીય સ્તરે ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. ઈનામ દરેક કેટેગરીમાં રાજ્ય સ્તર પર પ્રથમ ૨૫,૦૦૦ રૂપિયા, દ્વિતીય ૧૦,૦૦૦ રૂપિયા, તૃતીય આવનારને ૫,૦૦૦ રૂપિયા અને રાષ્ટ્રીય સ્તર પર પ્રથમ ઈનામ રૂપિયા ૫૦,૦૦૦, દ્વિતીય ૨૫,૦૦૦ અને તૃતીય આવનારને ઈનામ રૂપિયા ૧૦,૦૦૦ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ બંને યોજનાઓની વિગતવાર માહિતી www.gujaratpost.gov.in વેબસાઈટ પર અને જે તે વિસ્તારના પોસ્ટલ સુપ્રિટેન્ડેન્ટ/સિનિયર સુપ્રિટેન્ડેન્ટની કચેરીએથી મળી શકશે. આ ઉપરાંત નીચે જણાવેલ ટેલિફોન નંબર પર કોલ કરી પણ જાણકારી મેળવી શકાશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY