ભરૂચ જિલ્લા પોલીસ તેમજ અન્ય સંસ્થાના સયુંકત ઉપક્રમે રોડ સુરક્ષા ઉત્સવ નું આયોજન કરાયું

0
168

ભરૂચ:
હાલમાં ચાલી રહેલ માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન ભોલાવ સ્થિત 7X બિઝનેસ હબ ખાતે જિલ્લા પોલીસ વડા સંદીપ સિંઘની ઉપસ્થિતિમાં રોડ સુરક્ષા ઉત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ એક સુંદર નાટક રજૂ કરી વાહન ચાલકોને મેસેજ આપ્યો હતો કે વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોઈએ અને ગાડી ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો અને હેલ્મેટ જરૂર પહેરવું જોઈએ. આ કાર્યક્રમ માં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના એઆરટીઓ કે.પી.પોકિયા, ભરૂચ ડી.વાય.એસ.પી એમ.એન. ચૌહાણ, બી.ટી.ઈ.ટી ના પ્રમુખ અનિષ પરીખ ભરૂચ એસ.ટી ના વિભાગીય નિયામક એન.બી. સીસોદીયા સહિત મોટી સખ્યાંમાં પોલીસ જવાનો અને જિલ્લા ટ્રાફિક પોલીસ ટિમ હજાર રહી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY