શિહોર ટાઉન વિસ્તારમાંથી પરપ્રાંતની ઈંગ્લીશ દારૂ બોટલ નંગ.૧૧૪, કુલ રૂ. ૩૪,૨૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર રેન્જ આર આર સેલ ટીમ
-ભાવનગર રેંજ આઈ.જી.પી. અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર જિલ્લામાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા તેમજ સતત પેટ્રોલિંગ કરવા અપાયેલ સૂચના મુજબ ભાવનગર આર.આર.સેલના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.એસ.મકવાણા તથા એ.એસ.આઈ. વી.ડી ગોહિલ, હેડ કોન્સ. કિરણભાઈ સોલંકી,હેડ કોન્સ. ગંભીરસિંહ ચુડાસમા,પો.કોન્સ. ઉમેશભાઈ સોરઠીયા,પો.કોન્સ. અરવિંદભાઈ પરમાર તેમજ પો.કો. ગોપીદાન ગઢવી વિગેરે સ્ટાફના સિહોર ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ઇન્ચાર્જ પો.સ.ઈ. બી.એસ.મકવાણા તથા પો.કોન્સ. ઉમેશભાઈ સોરઠીયાને મળેલ સયુંકત બાતમી આધારે હકીકત મળેલ કે ઇમરાન ઉર્ફે પિન્ટુ સતારભાઈ ટાક રહે.શિહોર લીલાપીર સિંધી કેમ્પ વાળો પોતાના કબ્જા વાળી દુકાનમાં પરપ્રાંતનો દારૂ રાખી વેચાણ કરે છે જે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ.૧૧૪ કુલ રૂપિયા ૩૪,૨૦૦/- નો પ્રોહી. મુદ્દામાલ ઝડપી પાડી સિહોર પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.વધુ તપાસ સિહોર પોલીસ કરી રહી છે
પ્રતિનિધિ શિહોર
સલીમભાઈ
9898656859
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





