વિપુલ ટેલર સહિતના ૭ લૂંટારૂઓ સ્પ્રે છાંટી વેપારીને લૂંટી ગયા
સુરત, તા.૨૯
ઉધના-મગદલ્લા રોડના વેપારીને પિસ્તોલ જેવુ હથિયાર બતાવી રૂ.૧.૩૭ લાખની લૂંટ કરી લૂંટારૂ ટોળકી નાસી ગઈ હતી.
ઉમરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉધના મગદલ્લા રોડ સાંઈ કુટીર સોસાયટીમાં રહેતાં સુમન સાંઈરામ મંડલે આરોપી વિપુલ ટેલર સહિત સાત જણાં વિરૂદ્ધ ફરિયાદ નોધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી સુમન સાંઈરામ મંડલ તથા મિત્ર ધનજંય, રણજીતને આંતરીને ઘાતક શસ્ત્રો બતાવી ઢીક મુક્કીનો માર મારી આંખે સ્પ્રે છાંટી પાંચ મોબાઈલ ફોન, રોકડા રૂ.૮૦૦૦૦, બેîકના કાર્ડ સહિત રૂ.૧.૩૭ લાખની લૂંટ કરી ફરિયાદીની ગાડીના કાચ તોડી નાસી ગયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસે લૂંટ, આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





