બલૂચિસ્તાનમાં વિદ્રોહીઓએ ગેસ પાઇપલાઇન ઉડાવી : ૪ લોકોના મોત

0
24

બલૂચિસ્તાન,તા.૯
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના દમનથી ત્રાહિમામ પોકારી ઉઠેલા બલૂચ વિદ્રોહીઓએ ડેરા બુગ્તીમાં એક ગેસ પાઇપલાઇન વિસ્ફોટથી ઉડાવી દીધી હતી. બલૂચિસ્તાનની આઝાદી માટે લડતા સંગઠન બ્લોચ લિબ્રેશન ટાઇગર્સે આ હુમલાની જવાબદારી લીધી હતી. સ્થાનીય મીડિયાના રિપોર્ટ મુજબ શુક્રવારના રોજ સુઇ ગેસ પ્લાન્ટ નજીક બલોચ વિદ્રોહીઓએ ગેસ પાઇપલાઇનને ઉડાવી દીધી હતી.
એક સ્થાનીય પત્રકાર અને માનવાધિકાર કાર્યકર્તાએ ટ્‌વીટર પર લખ્યું હતું કે, બલોચ લિબ્રેશન ટાઇગરે એક સ્ટેટમેન્ટ જાહેરક કરીને ડેરા બુગ્તીમાં સ્થિત સુઇ ગેસ ફીલ્ડ પર થયેલા ધાતક હુમલાની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ૪ સુરક્ષાકર્મીના મોત થયા છે.
રિપોટ્‌ર્સ મુજબ ગેસ પાઇપલાઇનમાં વિસ્ફોટક બાદ આગ લાગી ગઇ હતી, જેમાં ૪ સુરક્ષાકર્મીના મોત સિવાય ૨ લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY