એક ભક્ત તરફથી ચાંદીના ત્રણ મુકુટ અર્પણ કરાયા-સેવકો દ્વારા મહોત્સવની તડામાર તૈયારી
બોટાદ જીલ્લાના રાણપુરમાં મેઘાણીનગર ખાતે રામદાવપીર નું નવ નિર્મિત મંદીર નો ત્રણ દિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે.રાણપુરમાં નવુ બનેલુ આ મંદીર આખુ કાચ થી બનાવવામાં આવેલ છે.આ મંદીર ની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા તથા મહાયજ્ઞનું ત્રણ દિવસ આયોજન કરવામાં આવ્યુ છે.જે અંતર્ગત પ્રથમ દિવસે ચૈત્ર સુદ-૮ ને શનિવાર તા-૧૩.૪ ૨૦૧૯ ના દિવસે સવારે ૭.૩૦ કલાકે દેહ શુધ્ધિ પ્રાયશ્ર્વીત,જલયાત્રા,નગરયાત્રા,મંડપ પ્રવેશ,દેવતા સ્થાપન,સાંય પુજન આરતી,દ્રિતિય દિવસ તા-૧૪.૪.૨૦૧૯ ના રોજ સવારે ૮ કલાકે દેવતા પ્રાત:પુજન,કુટીર હોમ,પ્રાસાદ વાસ્તુ સ્થાપન,સાંય પુજન આરતી તથા ત્રીજા દિવસે સવારે ૮ કલાકે પ્રાત:પુજન,મૂર્તિ ન્યાસ,મુર્તિ પ્રતિષ્ઠા,શાન્તિક પૌષ્ટીક હોમ,યજ્ઞની પુર્ણાહુતિ,અવભૃય સ્નાન જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો તથા ત્રણ દિવસ બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદ રામદેવજી મહારાજના મંદીરે રાખેલ છે.જ્યારે તા-૧૪.૪.૨૦૧૯ ને રાત્રે ૯ કલાકે ડાકડમરૂ નો ભવ્ય પ્રોગ્રામ જેમાં મનસુખભાઈ રાવળદેવ(વઢવાણવાળા)તથા વશરામભાઈ રાવળદેવ(રાણપુરવાળા)તેમના સાથી કલાકારો દ્વારા ડાકલાની રમઝટ બોલાવશે.મૂર્તિ પ્રતિષ્ઠા તા-૧૫.૪.૨૦૧૯ ને બપોરે ૧૨.૩૦ કલાકે અને યજ્ઞ પુર્ણાહુતિ સાંજે ૫ કલાકે રાખેલ છે.યજ્ઞના આચાર્યપદે યોગેશભાઈ જયંતીભાઈ જાની તથા યજ્ઞના ઉપાચાર્ય તરીકે શૈલેશભાઈ દુર્લભજીભાઈ જાની બીરાજશે.આ પ્રસંગે પ.પૂ.રામબાપુ-બાવળીયાળી,પ.પૂ.કાનજીબાપુ-રોહીશાળા,પ.પૂ.કનીરામબાપુ-દુધરેજ સહીત ધામેધામથી નામી અનામી સંતો ઉપસ્થિત રહેશે.રાણપુરના એક ભક્ત જેશાભાઈ ભનુભાઈ પરમાર(સંદેશ ના પત્રકાર)દ્વારા રામદેવજી મહારાજ,હનુમાનજી મહારાજ,ગણપતિજી ના ચાંદી ના ત્રણ મુકુટ ભેટ ધરવામાં આવેલ છે.આ ધાર્મિક મહોત્સવનો લાભ લેવા મેઘાણીનગર નું રામામંડળ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ છે.જ્યારે રામદેવજી મહારાજની નગરયાત્રા તા-૧૩.૪.૨૦૧૯ ને શનિવારે સવારે ૯ કલાકે નદીકાંઠે પરમારના મઢેથી નિકળશે.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





