50 થી 60 રૂપિયે કિલો મળતુ શાક હાલ 110 થી 120 રૂપિયે કિલોના ભાવે માર્કેટમાં વેચાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું જયારે 20 રૂપિયે કિલોના ભાવના કેળા હાલ 40 થી 50 ના ભાવે થયા
ભીંડા,ગુવાર ,ચોરી સહિતના શાક તેમજ લીંબુ આદુ મરચા સહીત ના ભાવ બમણા
જિલામાં કેળાનું ભારે ઉત્પાદન હોય રાજસ્થાન સહીત બહાર ટ્રકો સપ્લાય થાય છે પરંતુ મફતના ભાવે મળતા કેળાનું પણ બમણા ભાવે વેચાણ
રાજપીપળા : નર્મદા જિલ્લામાં મીતા ભાગે કેળા શેરડી અને શાકભાજી નું વાવેતર થાય છે પરંતુ હાલ ઉનાળા ની ગરમીના કારણે રાજપીપળાના શાક માર્કેટમાં દરેક શાક કે ફ્રૂટ બમણા ભાવે વેાતા મધ્યમ ગરીબ પરિવારોની હાલત બગડી છે .
રાજપીપળા શાક માર્કેટ માં મળતા શાકભાજી કે લીંબુ આદુ મરચા સહિતની રોજિંદી ભોજનમાં લેવાતી વસ્તુઓના ભાવ આસમાને જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે ત્યારે આમ દિવસોમાં ભીંડા , ચોળી, ગુવાર સહિતના મોટાભાગના શાક 50 થી 60 રૂપિયે કિલો મળતા હતા એ હાલ 110 થી 120 રૂપિયે કિલોના ભાવે માર્કેટમાં વેચાતા હોય નાના પગારમાં ઘર ચાલવતા પરિવારોની થાળી માંથી શાક ગાયબ થઈ ગયું છે ત્યારે અમુક પરિવાર ફક્ત ડુંગળી બટાટા બનાવી સંતોષ માને છે . જોકે મોટાભાગના શાકનું ઉત્પાદન નર્મદા જિલ્લામાં થાય છે છતાં ભાવ આસમાને કેમ છે એ બાબતે ગૃહિણીઓ વિચારમાં પડી ગઈ છે પરંતુ અમુક શાક વડોદરા કે અન્ય શહેર માંથી આવતા હોય એ બમણા ભાવ હોય તેની સાથે લોકલ શાકભાજી પણ બમણા ભાવે વેચાતા હોવાનું જાણવા મળ્યુ હોય કેટલાક વેપારીઓ ઉનાળાના નામે તગડી કમાણી કરતા હોય છે ત્યારે રાજપીપળા શાક માર્કેટ પાછળ બેસતા પથારાવાળા ગ્રામ્ય વિસ્તારના લોકો માર્કેટ કરતા શાક તાજું અને સસ્તું વેંચતા હોવાનો વર્ષો નો અનુભવ ધરાવતી ગૃહિણીઓ દ્વારા એમ જાણવા મળ્યું કે હવે આ ગામડા ના લોકો પણ બહુ હોશિયાર થઈ ગયા છે ત્યારે એ પણ માર્કેટના ભવેજ શાક વેંચતા ગૃહિણીઓ નો ગત જાયે તો કહા જાયે જેવો થતા આ કારમી મોંઘવારીમાં જાણે થાળી માંથી શાક ગાયબ થયું છે .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





