ડેડીયાપાડાના સામોટ ગામના આધેડે મહિલાના મોતની સજાના ડરે ફાસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર 

0
279

ગત મહિને ફળિયાની એક મહિલાને ફાસો ખાનાર વ્યક્તિએ પથ્થર મારતા ઇજા બાદ મહિલાનું મોત થયું હતું ત્યારબાદ આ વ્યક્તિ પોલીસના ડરથી ભાગતો હોય હાલ ફાસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળતા અનેક શંકા 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સામોટ ગામમાં એક આધેડ વ્યક્તિ એ સજા થવાના ડરે ફાસો ખાઈ મોત મેળવ્યું હોવાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે

પ્રાપ્ત માિતી અનુસાર સામોટ ગામમાં રહેતી દિવાળીબેન સીંગાભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ તેના પતિ સિંગા આંટીયાભાઈ વસાવા રહે.સામોટ એ ગઈ તા.૨૦ માર્ચના દિવસે તેનાજ ફળિયામાં રહેતી રંગીબેન દામાભાઈ વસાવા નામની મહિલા સાથે માથાકૂટ થતા માથામાં પથ્થર મારી ઈજા પોહચાડી હોય આ બાબતે સીંગા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી પરંતુ સીંગા વસાવા આ ઘટના બાદ ક્યાંક ભાગી જતા પોલીસ તેની શોધખોળ કરી રહી હતી એ દરિમિયાન રંગીબેનનું તા.4 એપ્રિલ ના રોજ મોત થયું હતું જેથી આ બાબતે સિંગા વસાવા વિરૂધ્ધ દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો પરંતુ પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સીંગા વસાવા મહારાષ્ટ્ર તરફ ભાગી જતા પોલીસ ને હાથ લાગ્યો ન હતો ત્યારબાદ ગતરોજ તેનાજ ઘર નજીકના એક આંબા ના ઝાડ પર લટકતો તેનો મૃતદેહ મળી આવતા આ બાબતે તેની પત્ની એ ડેડીયાપાડા પોલીસમાં ફરીયાદ આપી કે તેના પતિ વિરુદ્ધ અગાઉ જે પથ્થર મારવાની ફરીયાદ થઈ હતી જેથી તેના ડરે તેને આત્મહત્યા કરી છે.પોલીસે પત્નીની ફરિયાદ મુજબ તેના ઘર નજીક આવેલ આંબાના ઝાડની ડાળી સાથે પતિએ દોરડુ બાંધી ગળે ફાંસો ખાઈ જતા તેનું મોત થયું હોવાની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે તપાસ પીએસઆઇ એસ જે રાઠવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY