અમેરિકામાં ડોનાલ્ડ ટ્મ્પે પ્રમુખ તરીકેનો હવાલો સંભાળી લીધા બાદ વિશ્વના દેશો સામે નવા નવા પડકારો આવી રહ્યા છે. ટ્રમ્પે સંરક્ષણવાદને પ્રથમ પ્રાથમિકતા આપી છે જેથી વિશ્વના દેશો પર તેની અસર થઇ છે. ચીન સાથે વેપાર યુદ્ધ, રશિયા સામે કેટલાક નિયંત્રણો અને અન્ય દેશોને લઇને પણ ટ્રમ્પ પહેલાના પ્રમુખ કરતા અલગ વલણ અપનાવી રહ્યા છે. જેથી નવી સમસ્યા ઉભી થઇ રહી છે. ૨૧મી સદીના પહેલાના દશકમાં વિશ્વ આર્થિક ઉદારીકરણનો દોર ચાલ્યો હતો. જેમ જ અમે તેના બીજા દશકની તરફ અગ્રેસર થઇ રહ્યા છીએ પશ્ચિમમાં ઇમિગ્રેશનને લઇને પ્રશ્નો ઉઠવાની શરૂઆત થઇ ગઇ છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ લાગી રહ્યુ છે કે હવે ઉદારીકરણનો દોર ખતમ થઇ રહ્યો છે. તેની અસર સમગ્ર દુનિયામાં પડનાર છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણવાદી નિતી અપનાવવા જઇ રહ્યા છે. તેમનો વિશ્વના દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જા કે ટ્રમ્પે સત્તા મેળવી લેતા પહેલા જ કહ્યુ હતુ કે તેઓ અમેરિકી લોકોને સૌથી પહેલા પ્રાથમિકતા આપશે અને અમેરિકાની લથડી રહેલી સ્થિતીને ફરી મજબુત કરવા પ્રયાસ કરશે.ટ્રમ્પના બાય અમેરિકન હાયર અમેરિકન અભિયાનના એક હિસ્સા તરીકે જાવામાં આવે છે. આ હેઠળ તેઓ વિદેશી નાગરિકોના બદલે અમેરિકી નાગરિકોને સર્વોચ્ચ પ્રાથમિકતા જુદા જુદા ક્ષેત્રોમાં આપનાર છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આ નિતી અપનાવ્યા બાદ યુરોપના અન્ય દેશો અને વિશ્વના કેટલાક અન્ય દેશો પણ આ દિશામાં આગળ વધી શકે છે. આના કારણે કુશળ લોકોને સીધી અસર થનાર છે. ટ્મ્પની નીતિ ખતરનાક સાબિત થનાર છે. આ નીતિને રૂઢીવાદી નીતિ તરીકે પણ કેટલાક લોકો ગણી રહ્યા છે. રશિયા અને ચીન જેવા દેશો જા આદિશામાં આગળ વધશે તો એક નવી સમસ્યા ઉભી થઇ શકે છે. અલબત્ત એચ-૧બી વીઝા અસ્થાયી વર્ક વીઝા છે. પરંતુ વીઝા ધારકો હવે નવી ટેવ અપનાવી લીધી છે. તેઓ ગ્રીન કાર્ડ માટે અપીલ કરતા નથી અને અમેરિકામાં રહે છે. તેમને અતિ કુશળ વર્ગમાં ગણવામાં આવે છે. તેમની સરેરાશ આવક બીજા કામકાજી વર્ગ અને જુથ કરતા ખુબ વધારે હોય છે. ગયા સપ્તાહમાં જ જારી કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં કહેવામાં આવ્યુ હતુ કે અમેરિકી અને બિન પ્રવાસીઓની વચ્ચે પૈસાની લેવડદેવડમાં ૬.૮ ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થાનિક સ્તર પર લેવડદેવડ અને ચુકવણી દેશની આયાતને મુક્ત કરવા માટે નાણાંના ખાસ સાધન તરીકે છે. એચ-૧બી વીઝા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા બાદ રોજગાર અને નાણાં ટ્રાન્સફર કરવા સાથે સંબંધિત નિયમોમાં ભારે ફેરફાર થનાર છે. જેની સીધી અસર ભારતમાં થનાર છે. ભારત સરકાર દ્વારા આઇટી નિષ્ણાંતો અને સરકારી અધિકારીઓના એક ગ્રુપે આ દિશામાં સક્રિય થઇને ધ્યાન આપવાની જરૂર છે. આવા એક ગ્રુપની રચના કરવાની સમયની માંગ છે. આ આઇટી નિષ્ણાંત અને અધિકારીનુ ગ્રુપ ચાંપતી નજર રાખીને પરિÂસ્થતીમાં અભ્યાસ કરે તે જરૂરી છે. વર્તમાન ફેરફાર પર ધ્યાન રાખીને અર્થવ્યવસ્થા અને રોજગાર સંબંધિત ભાવિ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહે તે જરૂરી છે. આ ગ્રુપ જરૂરી સુચન પણ કરી શકે છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સંરક્ષણવાદી નિતી અપનાવવા જઇ રહ્યા છે. તેમનો વિશ્વના દેશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જા કે ટ્રમ્પે સત્તા મેળવી લેતા પહેલા જ કહ્યુ હતુ કે તેઓ અમેરિકી લોકોને સૌથી પહેલા પ્રાથમિકતા આપશે અને અમેરિકાની લથડી રહેલી સ્થિતીને ફરી મજબુત કરવા પ્રયાસ કરશે.ટ્રમ્પની આ પ્રકારની નીતિના કારણે આગામી દિવસોમાં તેમની સામે વિશ્વના દેશો નારાજગી વ્યક્ત કરવા માટે મેદાનમાં આવી શકે છે. જા કે આના કારણે કોઇને કોઇ ફાયદો થઇ શકે તેમ નથી. કારણ કે ટ્રમ્પ હાલમાં પોતાના દેશમાં રહેલી સ્થિતીને ધ્યાનમાં લઇને આગળ વધવા માટે ઇચ્છુક છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે સ્થાનિક લોકોને પ્રથમ પ્રાથમિકતા આપવાની વાત કરી હતી. અમેરિકી લોકો પણ હાલમાં રોજગારીને લઇને પરેશાન છે ત્યારે તેમની સંરક્ષણવાદી નિતી અયોગ્ય હોવા છતાં તે નિતીમાં કોઇ તકલીફ પણ દેખાતી નથી. ટ્રમ્પની નિતીનો ભારતે પણ કેટલીક વખત વિરોધ કર્યો છે. ટ્રમ્પને લઇને સ્થાનિક લોકોએ પણ મુદ્દા ઉઠાવ્યા છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



