કેવડિયા ખાતે નિર્ભયા સ્ક્વોડ ની બાજ નજર: ત્રીજી આંખ સમાન બટન કેમેરા સાથે સતત પેટ્રોલિંગ

0
103

સ્ટેચ્યુ લોકાર્પણ ને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેવડિયા ખાતે નિર્ભયા સ્ક્વોડ પણ સલામતી માટે સજ્જ

રાજપીપળા : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી હાલ તૈયાર થઈ ચૂકી છે.આગામી ૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ માટે આવનાર હોવાથી તંત્ર દ્રારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.

હાલ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે ગુજરાતના મુખ્યમંત્રી સહિત અનેક ંત્રીઓ અવાર નવાર આવી રહ્યા છે. અને લોકાર્પણ ના કાર્યક્રમ માં કાયદો વ્યવસ્થા અને સલામતીના પગલાં લેવા નર્મદા પોલીસ રાત દિવસ એક કરી સતત કાર્યરત છે ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા શરૂ કરાયેલ નિર્ભયા સ્ક્વોડ પણ સતત બટન કેમેરા સાથે પેટ્રોલિંગ કરી બાજ નજર રાખી રહી છે,

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો ડ્રિમ પ્રોજેક્ટ હોઈ અને દુનિયા નું સૌથી મોટું સ્ટેચ્યુ નિર્માણ થયું છે અને આગામી દિવસો માં નર્મદા જિલ્લાનું નામ વિશ્વ ફલક પર ઝળહળી ઉઠશે અને લોકાર્પણ કાર્યક્રમમાં ઘણા બધા મહાનુભાવો પધારવાના હોઈ કોઈ પણ સલામતી માં ચૂક ન રહી જાય તે દિશા માં નર્મદા પોલીસ દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે અને સાથે સાથે નિર્ભયા સ્ક્વોડ પણ તમામ કેવડિયા સહિત બંધ સ્થળ અને સ્ટેચ્યુ સહિત ના ભાગો માં બાજ નજર રાખી રહી છે ત્યારે શાળા કોલેજો બહાર કે જાહેર સ્થળો પર રોમિયોગીરી કરતા તત્વો સામે કડક પગલાં લઈ એની શાન ઠેકાણે લાવનાર આજ નિર્ભયા સ્કોડ ની નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા દ્વારા સ્થાપના કરાઈ હોય આ સ્કોડ ખુબ સફળ કામગીરી કરી રહ્યું છે ત્યારે આ સ્કોડ ના લીડર પી એસ આઈ કે કે પાઠક છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY