જીએસટી કાઉન્સીલની બેઠકમાં સ્લેબમાં રાહત મળવાની વક્રી : મોદી

0
35

આગામી ૩-૪ મહિનામાં રાજસ્વ સંગ્રહમાં ઘટાડો થઈ શકે
ન્યુ દિલ્હી,તા.૩
જીએસટી અમલીકરણ સમિતિના ચેરમેન અને બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીએ જણાવ્યું કે, ઘણી બધી વસ્તુઓ પર જીએસટીના દરમાં કાપથી આગામી ૩-૪ મહિનામાં રાજસ્વ સંગ્રહમાં ઘટાડો થઇ શકે છે. સુશીલ મોદીએ જણાવ્યું કે જીએસટી કાઉન્સીલ તેની છેલ્લી બેઠકમાં ૪૫૦ જેટલી વસ્તુઓના દરમાં કટૌતી કરી હતી.
ભારતીય સનદી એકાઉન્ટકેર સંસ્થા (આઈસીએઆઈ) દ્વારા અહીં GST પર યોજાયેલા સેમિનારમાં બિહારના ઉપમુખ્યમંત્રી અને નાણામંત્રીએ જણાવ્યું કે જુલાઇ મહિનામાં રાજસ્વ સંગ્રહ રૂ. ૯૬,૪૮૩ કરોડ રહ્યો હતો. તેથી હવે તેને એક લાખ કરોડ રૂપિયા સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. તેમણે જણાવ્યું કે, જીએસટી કાઉન્સીલ ૧૨ ટકા અને ૧૮ ટકા દરને ૧૪-૧૫ ટકાની એક શ્રેણીમાં રાખવા પર વિચારણા કરી શકે છે.
સુશીલ મોદીએ કહ્યું કે, ”૨૮ ટકાના સ્લેબમાં આવતી વસ્તુઓની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે, પરંતુ રાજ્ય અહિતકર વસ્તુઓ અને વિલાસિતની વસ્તુઓ પર ઉપકર અથવા અતિભાર લાગી શકે છે. તેમણે જણાવ્યું કે ભારત જેવા દેશોમાં જીએસટીનું એક દર રાખવું શક્ય નથી. પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સને GSTના દરમાં લાવવા વિશે તેમણે કહ્યું કે તે તેના પર આધાર રાખે છે કે જ્યારે આવક સ્થિર હોય. જીએસટી કાઉન્સીલની શનિવારે બેઠક યોજાશે. જેમાં સઘન, નાના અને મધ્યમવર્ગની સમસ્યાઓ પર વિચાર કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હાલમાં, લગભગ ૪૯ દેશો એક જ જીએસટી દરનો ઉપયોગ કરે છે. તો ૨૮ દેશો બે દરનો ઉપયોગ કરે છે અને ભારત સહિતના ચાર દેશો વધુ બે કરતા વધુ દર ધરાવે છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY