કોંગ્રેસ દ્વારા જૂના ગોટાળાની વિગતો મેળવવામાં આવતી નથી. કે નવા ગોટાળા રોકવા માટે કોઈ નિષ્ણાંત એન્જીનીયરોની સમિતિ બનાવી નથી. ચૂંટણી મતપત્રકથી જ થવી જાઈએ એવી કોઈ ઠોસ માંગણી કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી નથી
તા.૧૦
મે ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં એમ-૩ વર્ઝનના નવા ૮૩,૦૦૦ ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન(EVM) તથા ૬૭,૦૦૦ વોટર વેરિફાયબલ પેપર ઓડિટ ટ્રેઈલ(VVPAT) ગુજરાતને ફાળવવામાં આવ્યા છે. VVPATમાં ખામી હોય તો તેને ચાલુ કરતી વખતે VVPAT આપોઆપ ડીસ્પ્લે પર દર્શાવે તેવી નવી વ્યવસ્થા સાથે નવા મશીનો છે. એકથી વધુ ઈવીએમ મુકવાના થાય તો પણ એક જ VVPATની જરૂર રહે છે. ૫૧,૭૦૩ મતદાન મથકો પર લોકસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાશે. રાજ્યમાં ૩ હજાર મતદાન મથકનો વધારો થયો છે. નવા ઈફસ્ કંટ્રોલ યુનિટ અને VVPAT બેંગ્લોરથી Bell કંપનીમાંથી આવી ગયા છે. ૧૫ નવેમ્બરથી નવા યુનિટસનું પ્રથમ તબક્કાનું ચેકીંગ હાથ ધરાયું હતું.
૨૬ ઓક્ટોબર ૨૦૧૮માં ૨૪૦૦ કંટ્રોલ યુનિટ (CU) અને ૨૮૯૦ બેલેટ યુનિટ (BU) લવાયાં હતાં. કલેક્ટર એચ.કે.પટેલના માર્ગદર્શન અને રાજકીય પક્ષો સહિત અધિકારીઓની હાજરીમાં આ ઈફસ્ મહેસાણા બહુમાળી ભવનમાં બનાવેલા સ્ટ્રોંગરૂમમાં સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક આવે ત્યારે આ તમામ ઈફસ્નું કંપનીના એન્જિનિયરો દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) વગેરે પ્રક્રિયા ૧૧ જિલ્લામાં થઈ રહી છે. જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલ કહે છે કે નાના કદના નવા ઈફસ્માં એક સ્ક્રુ ખોલતા આખું મશીન બંધ થઈ જાય એવી નવી સીસ્ટમ છે. ચેડાં થઈ શકતાં નથી.
ગઈ વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ સમક્ષ અનેક ફરિયાદો થઈ હતી તેથી વિડિયો રેકોર્ડીંગ થઈ રહ્યું છે. યુટ્રીમ નામની વેબ સાઈટ પર તેનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.
એક બુથ EVM પર ૧૦૦૦ કે ૧૨૦૦ મત હોય છે. તેમાં પ્રથમ ૫૦ મત જ કલેક્ટર કચીરઓમાં રાજકીય પક્ષોની હાજરીમાં ગણાય છે. પણ ૫૦૦ કે ૧૦૦૦ મત સુધી ડેમો બતાવવામાં આવતો નથી. તેથી કોઈ મશીનમાં ૫૦ મત પછી કોઈ એક જ પક્ષમાં મત જતા રહે એવું ઉમેદવારોના નામ ઈફસ્માં નાંખતી વખતે કોઈ પક્ષ સેટીંગ કરે તો શું ? એ અંગે આજ સુધી કોઈએ વિચાર કર્યો નથી. આવું સેટીંગ કેટલાક રાજકીય પક્ષો કરી રહ્યાં હોવાનો આરોપ પણ જાણકારો મુકી રહ્યાં છે. સચિવાલયમાં આ અંગે એક કાવતરૂ ઘડાયું હતું અને તેની વિગતો અર્જુન મોઢવાડીયાને આપવામાં આવી હતી. પછી તે વ્યક્તિ આજ સુધી મળતી નથી.
આમ વિરોધ પક્ષ ચૂંટણી પૂરી થઈ ગયા પછી, હાર ભાળી જતાં EVM ના ગોડાળા અંગે વિવાદ કરે છે. પણ તે અંગે નક્કર પગલાં ભરતા નથી. કોંગ્રેસ દ્વારા જૂના ગોટાળાની વિગતો મેળવવામાં આવતી નથી. કે નવા ગોટાળા રોકવા માટે કોઈ નિષ્ણાંત એન્જીનીયરોની સમિતિ બનાવી નથી. ચૂંટણી મતપત્રકથી જ થવી જાઈએ એવી કોઈ ઠોસ માંગણી કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ કરી નથી. તો મતપત્રકથી ચૂંટણી નહીં થાય તો ચૂંટણીમાં ભાગ ન લેવાની પણ જાહેરાત રાહુલ ગાંધી કે બીજા મોટા પક્ષો દ્વારા કરવામાં આવી નથી. એવું રાજકીય નિરિક્ષકો માની રહ્યાં છે.
ચૂંટણી પ્રક્રિયામાં ફેરફાર
૨૦૧૭માં VVPAT (Voter-verified paper audit trail) લગાવેલા EVM વડે રાજ્યમાં ૫૦,૧૨૮ મતદાન મથકો પર રાજ્યમાં VVPATનો ઉપયોગ પ્રથમ વખત થાયો હતો. ગુજરાતમાં ૪.૩૩ કરોડ મતદારો ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૭ મુજબ નોંધણી થયેલા હતા.
૨૯૦૭ બીયુ, ૫૨૪૫ સીયુ અને ૩૫૫૦ VVPAT બોગસ નીકળ્યાં હતા. જે ૭ ટકા EVM –VVPAT મશીનો ખામીયુક્ત હતા. ગુજરાતની વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણીમાં ઈફસ્માં ગરબડ સર્જાવાની દહેશત હતી. ચૂંટણી પંચના ગુજરાત ખાતેના મુખ્ય ચૂંટણી અધિકારી બી.બી.સ્વૈને કબુલ્યું હતું કે અંદાજે ૭ ટકા જેટલા ઈવીએમ-VVPAT ટેકનિકલી ખામીવાળા જણાતાં તે પાછા મોકલી પ્રક્રિયામાંથી રદબાતલ કરાયા હતા.
રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સમક્ષ થયેલા ફર્સ્ટ લેવલ ચેકિંગ દરમિયાન મશીનમાં ગમે તે પાંચ બટન દબાવવાથી ભાજપને વોટ પડતા હોવાના સંખ્યાબંધ કિસ્સા બન્યા હોવા અંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવાયું હતું કે, રાજ્યમાં ૭૫૧૯૬ બેલેટ યુનિટ પૈકી ૨૯૦૭ યુનિટ, ૬૨૬૬૬ કંટ્રોલ યુનિટ પૈકી ૫૨૪૫ યુનિટ તથા ૭૦૧૮૨ VVPAT પૈકી ૩૫૫૦ મશીનો ખામીવાળા હતા. કચ્છ-મહેસાણામાં ૮ ટકા, આણંદમાં ૭ ટકા, સુરતમાં ૯ ટકા, પાટણમાં ૧૯ ટકા ફફઁઈ્ ખામીયુક્ત જણાયાં હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૫ બીયુ ૫૮ સીયુ અને ૨૩૮ VVPAT ખામીવાળા હોવાથી બધા મશીનોનો વપરાશ ચૂંટણી પ્રક્રિયામાંથી રદબાતલ કરી પાછા મોકલાયા હતા. ગુજરાતમાં વપરાનારા બીયુ અને સીયુ મશીનો પૈકી ૫૨ ટકા મશીનો ઉત્તર પ્રદેશમાંથી આવ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ૨૦૧૭ની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં EVM ખરાબ થવાની સૂરત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ફરિયાદ હતી. ૯૮ EVM ખરાબ થયા હતા. જેમાંથી ૭૦ ફરિયાદો સૂરતના શહેરીની હતી. બીજા તબક્કામાં તેનાથી થોડા વધારે ખરાબ નિકળ્યા હતા.
કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ૧૮મી ડિસેમ્બરે થનારા મતદાન માટે VVPATની ૨૦ ટકા સ્લીપોને ઈવીએમમાં રેકોર્ડ થયેલા મતો સરખાવવાની માગ સાથે અરજી કરી હતી. જાકે, કોર્ટે તેને એમ કહેતા ફગાવી દીધી હતી કે, તે મતદાન ગણતરીની પ્રક્રિયામાં દખલ કરી શકે નહીં.
પ્રથમ તબક્કા કરતા ૫૦ ઓછા ઈફસ્ બદલવામાં આવ્યા હતા.
રાજ્યના અનેક સ્થળો પર EVM બંધ થવાની અને બ્લૂટૂથ કનેક્ટ થવાની માહિતી મળી હતી. કોંગ્રેસના મહેસાણાના ઉમેદવાર જીવાભાઈ પટેલે બ્લૂટૂથ દ્વારા ઈવીએમ કનેક્ટ થતાં હોવાની ફરિયાદ કરી હતી.
પોરબંદરના એક પર ઈવીએમ મશીન સાથે બ્લુટુથ કનેક્ટે થતાં પોરબંદર કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયા સહિતના કોંગ્રેસી આગેવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જેની સામે ભાજપના કાર્યકરો પણ બાબુ બોખિરીયાની સાથે જ મતદાન મથક પર પહોંચી ગયા હતા. બંને જુથો મતદાન મથક પહોંચતા જ કલેક્ટર દ્વારા મતદાન મથકની સુરક્ષા વધારી દીધી હતી.
પોલીંગ સ્ટેશનમાં જ બેઠેલા બસપાના પોલિંગ એજન્ટના મોબાઈલમાં બ્લુટુથ ચાલુ હોવાનું જાણવા મળ્યુ હતું બસપા એજન્ટના બ્લુટુથનુ નામ બદલતા કનેક્ટેડ બ્લુટુથનુ નામ પણ બદલાયુ હતું આમ બસપા એજન્ટનુ બ્લુટુથ મળી આવતા તેમને ફોન સ્વિચઓફ કરવા કહેવાયુ હતું. મતદાન ફરી શરુ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસના મુખ્ય ચૂંટણી અધિકારીએ ફરિયાદ પણ કરી હતી કે સુરત અને મહેસાણામાં સ્ટ્રાન્ગ રૂમની પાસે ‘નમો’નામથી વાઇ-ફાઇ નેટવર્ક મળ્યુ હતું. જ્યાં ઈફસ્રાખવામાં આવ્યું હતું. મતદાન સ્થળની પાસે બ્લૂટૂથ ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. આ મામલામાં ૪૪ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પાટણના સિદ્ધપુરના સેવાલણીમાં૩ ઈફસ્ વાઇફાઇથી કનેકટ થતાં હતા. કોંગ્રેસ દ્વારા EVM અંગે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરાઈ હતી. ઉમેદવાર ડો.આશાબેન પટેલના મથક પર VVPATમાં ખરાબી સર્જાઈ હતી.
ભરૂચમાં EVM ભરેલી ટ્રક પલટી ગઈ
ભરૂચમાં ગુરુવારે એક ટ્રક ૧૦૦ ઇલેક્ટ્રોનિંક વાટિંગ મશીન (EVM) લઇને જઇ રહી હતી, આ દરમિયાન કોઇ કારણોસર ટ્રક પલટી ગઇ હતી. જે પછી પાસ કન્વીર હાર્દિક પટેલે એક ટ્વીટ કરીને EVM પ્રતિ પોતાની અવિશ્વાસનીયતા બતાવી હતી. ટ્રકમાં રહેલા ઈફસ્નો પ્રયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવામાં આવ્યો ન હતો. જે ઈફસ્ ભરેલી ટ્રક પલ્ટી ગઇ હતી તે સુરક્ષિત રાખવાની હતી.
હાર્દિકે ટ્વીટ કર્યુ કે, ”ફરીથી કાઉન્ટિંગ માંગ થતા જ EVM ભરેલી ટ્રક પલટી ગઇ. આ કાંડને શું નામ આપવામાં આવે?” હાર્દિક પટેલ સહિત અન્ય વિપક્ષી નેતાઓએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સમયે EVMમાં ગરબડીનો આરોપ લગાવ્યા હતા. પણ વોટિંગ પૂરું થાય બાદ ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા હતા. ટ્વીટ કરીને વોટિંગ પછી આટલો બધો સમય ઈવીએમ પડી રહે છે. ઈફસ્ સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. અમદાવાદની એક કંપનીના ૧૪૦ સોફ્ટવેર એન્જિયર્સે મશીન સાથે છેડછાડ કરી છે, ખાસ કરીને તે ક્ષેત્રોમાં જ્યાં પાટીદાર અને આદિવાસી સમુદાયના લોકો રહે છે. તો.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં VVPAT, EVM મશીનનો ઉપયોગ થાય અથવા બેલેટ પેપરથી ચૂંટણી થાય એ માટે સુપ્રીમ કોર્ટમાં પીટીશન થયેલી તેમાં ચૂંટણી પંચને એફિડેવીટ અંગે જણાવેલું કે ૧૨/૫/૨૦૧૭ ના રોજ ખાત્રી આપેલ છે કે અમે આવનારી બધી ચૂંટણીઓ માં VVPAT સાથે EVMનો ઉપયોગ કરીશું.
૧૫ ટકા ઈફસ્ ખરાબ હોવાની શંકા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ૧૩ નવેમ્બર ૨૦૧૭માં એવી શંકા હતી કે, EVM તથા VVPAT મશીનો ખરાબ હતા તે બદલી નંખાયા બાદ પણ ૧૦ થી ૧૫ ટકા મશીનો હજુ પણ ખામીયુક્ત હોવાની શક્યતા છે.
૨૪ માર્ચ ૨૦૧૭માં EVM મશીનોમાં છેડછાડ મામલે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ચૂંટણી પંચને નોટિસ આપી હતી. ને બસપા પ્રમુખ માયાવતી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેડરીવાલએ ઈફસ્ મશીનોની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. ભાજપે EVM મશીના સાથે છેડછાડ કરીને એમના વોટ લઇ લીધા છે, જેનાથી જાડાયેલી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. પહેલા પણ છેડછાડની ફરીયાદ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. આ મશીન વર્ષ ૨૦૦૦ થી ચલણમાં છે અને ૨૦૦૪, ૨૦૦૯ ઉપરાંત ૨૦૧૪માં ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વર્ષ ૨૦૦૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં EVM થી ૧૫૮૧ મતોની ગણતરી થઈ શકી ન હતી. વર્ષ ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૯ બેઠકો ઉપર જીત-હારનો નિર્ણય આશરે ૧૫૦૦ મતોથી થયો હતો. હાર જીતનું અંતર ખૂબ વધારે હોય તો ખરાબ મશીનમાં પડેલા મત ગણવામાં આવતાં નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



