12 મી એ જર્મનીના સ્વેરીન ખાતે  મેરેથોનમાં રાજપીપળાનો સાર્થક જગતાપ પણ દોડ લગાવશે.

0
143

રાજપીપળા નો સાર્થક  ભારત નું પ્રતિનિધિત્વ કરશે

મેરેથોન મા થાઇલેન્ડ , ચાઇના , ઇન્ડોનેશિયા , જોર્ડન , જર્મની , અને ભારતના યુવાનો દોડશે .

રાજપીપલા: ભારતમાં જે રીતે મેરેથોન દોડ યોજાય છે તેવી રીતે જર્મની મા પણ પોતાના દેશ નું ગૌરવ વધે , દેશ પ્રત્યે અભિમાન જાગે , અને દેશ ની પ્રગતિ થાય તેવી યુનિટી ની ભાવના સાથે જર્મની ના સ્વેરીન સિટી મા 12મી મેં ના રોજ મેરેથોન દોડ યોજાશે .જેમાંસ્કૂલ કોલેજ ના બાળકો થી માંડીને કોલેજ ના વિધ્યાર્થીઓ સહિત મોટેરા ઓ સહિત આખું સ્વેરીન દોડશે .

આ માટે સ્વેરીન ખાતે આવેલ એફએચએમ  યુનિવર્સિટી ના વિવિધ દેશો માંથી ઉચ્ચ અભ્યાસ માટે આવતા વિધ્યાર્થી ઓ ને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે .જેમાં આ યુનિવર્સિટી મા અભ્યાસ કરતા થાઇલેન્ડ , ચાઇના , ઇન્ડોનેશિયા , જોર્ડન , જર્મની અને ભારત ના વિધાર્થીઓ જર્મની ઉપરાંત પોતાના દેશ નું પણ પ્રતિનિધિત્વ કરશે .જેમાં ભારત માટે ગુજરાત  નર્મદા ના રાજપીપળા નો  સાર્થક જગતાપ પણ દોડ લગાવશે .અનેેે તે ભારત નું પ્રતિનિધિત્વ કરી ગુજરાત નું પણ ગૌરવ વધારશે

 

રાજપીપળા નો સાર્થક હાલ જર્મની ના સ્વેરીન ખાતે એફએચએમ યુનિવર્સિટી મા ઓટોમોબાઇલ ડિગ્રી ઇજનેરી નો અભ્યાસ કરી રહ્યો છે .સાર્થક ના જણાવ્યા અનુસાર હું મારા દેશ ભારત નું પ્રતિનિધિત્વ કરતા ગૌરવ અનુભવું છું .12મી એ સ્વેરીન ના ઓલ્ડ ટાઉન એ એમ માર્કેટ પાસેથી દોડ શરૂ થશે .જેમાં 981 પાર્ટી સિપન્ટ નું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે .જે મા વિવિધ વય કેટેગરી મા 1.6 કી .મી ,5,10, 15,અને 20કી .મી .ની ભાઈઓ તથા બહેનો ની મેરેથોન દોડ યોજાશે .જેમાં દરેક કેટેગરીમાં પ્રથમ , દ્વિતીય અને ત્રુતિય વિજેતા ઓ ને મેડલ અને પ્રાઇઝ અને ભાગ લેનાર તમામ ખેલાડીઓ ને ટી શર્ટ અને પ્રમાણપત્ર આપશે .

આ યુનિવર્સિટી ના વિવિધ દેશો ના 50જેટલા પસંદગી પામેલા ખેલાડીઓ ભાગ લેનાર છે .આ યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ મેનેજ્નેન્ટ દ્વારા એડવાન્સ મા પ્રેક્ટિસ કરાવાઈ રહી છે .આ દોડ સ્પર્ધા દરમ્યાન પોલીસ બંદોબસ્ત , વાહનો સાથે ડોક્ટર્સ ની ટીમ , પ્રાથમિક સારવાર , દવાઓ તથા પાણી જ્યૂસ ની વ્યવસ્થા કરવામાં આવી છે ભાગ લેનાર દરેક ને ટી શર્ટ આપશે તેથી ભાગ લેનાર ખેલાડીઓમા ભારે ઉત્સાહ અને ઉત્તેજના જોવા મળી રહી છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY