મુંબઈ-બીજિંગ,તા.૧૦
હોલિવૂડની હિટ ફિલ્મ એક્વામેને ચીનમાં રજૂઆતના પહેલા જ દિવસે ૯૩.૬ મિલિયન ડાલર્સની કમાણી કરીને ધમાકો બોલાવ્યો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. નોર્થ અમેરિકામાં આ ફિલ્મ ૨૧મી ડિસેંબરે ક્રિસમસની પૂર્વસંધ્યાએ અને ભારતમાં આ ફિલ્મ આવતા શુક્રવારે ૧૪ ડિસેંબરે રજુ થવાની છે. જેસન મોમોઆની આ ડીસી સુપરહીરો ફિલ્મ એક્વામેનનું ડાયરેક્શન જેમ્સ વાને કર્યું છે. ચીનનાં આ ફિલ્મે રજૂ થતાંની સાથે ધમાકો બોલાવી દીધો હતો.
ઘરઆંગણે ડિઝનીની મેરી પોપ્પીન્સ રિટર્ન્સ અને પેરેમાઉન્ટની બમ્બલબી સાથેની બોક્સ આૅફિસની ટક્કર ટાળવા વોર્નર બ્રધર્સે આ ફિલ્મ પહેલાં ચીનમાં રજૂ કરી હતી. ચીનમાં એને પહેલેજ દિવસે જબરદસ્ત આવક મેળવીને નવો રેકોર્ડ સર્જ્યો હતો. ૨૦૧૮માં ચીનમાં પહેલે દિવસે સૌથી વધુ આવક રળવાનો રેકોર્ડ આ ફિલ્મે સર્જ્યો હતો. ગયા વરસે રજૂ થયેલી અને ધીંગી કમાણી કરી ચૂકેલી ફિલ્મ જસ્ટિસ લીગ પછી આ વરસે ડીસીની આ પહેલી સુપરહીરો ફિલ્મ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




