કોંગ્રેસમાં પ્રાણ ફુંકાશે ?

0
21

કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી લીધા બાદ રાહુલ ગાંધી પાર્ટીમાં નવા પ્રાણ ફુંકવા માટેના તમામ પ્રયાસ કરી રહ્યા છે. અલબત્ત જુદા જુદા રાજ્યોમાં યોજાઇ રહેલી ચૂંટણીમાં હજુ સુધી આ નવા ફેરફાર છતાં ઇÂચ્છત પરિણામ મળી રહ્યા નથી. રાહુલ ગાંધી સતત ભારે ભાગદોડ કરી રહ્યા છે. જુદા જુદા સમુદાયના લોકોને મળીને તેમના અભિપ્રાય મેળવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી અને ડિસેમ્બર સુધી યોજાનાર કેટલાક રાજ્યોની ચૂંટણી પહેલા અન્ય મોટા ફેરફાર પણ રાહુલ ગાંધી કરવા વિચારી રહ્યા છે પરંતુ આની અસર હજુ સુધી દેખાઇ રહી નથી. રાહુલ આના માટે કોંગ્રેસ પાર્ટીમાં નવા નવા ચહેરાઓને સામેલ કરી રહ્યા છે. પાર્ટીમાં સંગઠનમાં મોટા પાયે ફેરફાર પણ કરી રહ્યા છે. વધુને વધુ યુવાનોને તેઓ તક આપી રહ્યા છે. આના ભાગરૂપે જુદા જુદા રાજ્યોના વરિષ્ઠ હોદ્દેદારોની ઓફિસમાં તેમના સહાયકોના રૂપમાં ૪૪માંથી ૩૦ નવા સચિવ પણ ચૂંટી કાઢવામાં આવ્યા છે. એમ કહેવામાં આવે છે કે આશરે ૭૦ યુવા નેતાની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. જેમને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવનાર છે. કેટલાક રાજ્યોમાં નવા નેતાઓને મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી દેવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીની આ બાબતને લઇને હમેંશા ટિકા થતી રહી છે કે પાર્ટી સંગઠનમાં નિષ્ક્રિયતા આવી ગઇ છે. તેમાં એવા લોકોની કમી આવી ગઇ છે જે નવા જાશની સાથે સાથે સક્રિય રીતે કામ કરી શકે. રાહુલ ગાંધી જ્યારે પ્રથમ વખત સક્રિય થયા ત્યારે તેઓએ પાર્ટીમાં કેટલાક યુવા નેતાઓને સંગઠનમાં જગ્યા આપી દીધી હતી. જા કે આ પ્રક્રિયા એ વખતે જાર પકડી શકી ન હતી. કોંગ્રેસ પાર્ટી એક અડચણમાં મુકાઇ ગઇ હતી. કદાચ આ બાબતની ખચકાટ રહી હતી કે ઉપરથી નીચે સુધી એક જ વખતમાં જારદાર ફેરફારના કારણે પાર્ટીમાં નારાજગી ફેલાઇ જશે. સાથે સાથે એક આંતરિક ખેંચતાણની Âસ્થતી સર્જાઇ જશે. રાજીવ ગાંધીના સમયે પાર્ટીને આવી Âસ્થતીમાંથી પસાર થવાની ફરજ પડી હતી. એ વખતે કેટલાક સિનિયર નેતા અલગ રસ્તે જતા રહ્યા હતા. જેથી રાહુલ ગાંધીએ પોતાના પગલાને રોકી દીધા છે. પરંતુ પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી આવી ગયા બાદ કેટલાક યુવાનોને આગળ લાવવા માટે પોતાના એજન્ડાની વાત કરવામાં આવી છે. પોતાના એજન્ડા પર મજબુત રીતે વધી શકાય તે માટે રાહુલ ગાંધી આ દિશામાં આગળ વધી રહ્યા છે. રાહુલ વધારે સક્રિય થતા હવે કોંગ્રેસના કાર્યકરો પણ ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ખુબ મહેનત કરી હતી. જેની અસર પણ જાવા મળી હતી. કોંગ્રેસ પાર્ટીને પોતાની Âસ્થતી મજબુત કરવામાં સફળતા મળી હતી. વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની એક પછી એક રાજ્યમાં કારમી હાર થઇ રહી છે. નરેન્દ્ર મોદી લહેર અને મેજિક વચ્ચે કોંગ્રેસના દરેક રાજ્યમાં સુપડા સાફ થયા છે. જા કે રાહુલ ગાંધી પાર્ટી પ્રમુખ બન્યા બાદ તેઓ સક્રિય થયેલા છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY