કેન્સરપીડિત સોનાલીને મળવા સૌથી પહેલા ન્યૂયોર્ક પહોંચ્યો આ સ્ટાર

0
72

બોલિવુડ એક્ટ્રેસ સોનાલી બેન્દ્રેએ ગઈકાલે પોતાને હાઈગ્રેડ કેન્સર થયુ હોવાની માહિતી આપીને બધાને ચોંકાવી દીધા છે. આ માહિતી તેણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી, અને હાલ તે ન્યૂયોર્કમાં સારવાર લઈ રહી છે. ત્યારે સોનાલીની તબિયતના હાલચાલ પૂછવા માટે અક્ષય કુમાર તેને ન્યૂયોર્કની હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, બોલિવુડ સ્ટાર અક્ષય કુમાર સોનાલીને મળવા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ વાતની પુષ્ટિ કરતા અક્ષયે કહ્યું કે, હું જાણું છું કે, સોનાલી એક ફાઈટર છે. ઈશ્વર તેમની હેલ્થ સુધારવામાં મદદ કરશે. અક્ષય કુમાર અને સોનાલીએ વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારામાં એકસાથે સ્ક્રીન શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે, સોનાલીને કેન્સર ડાયગ્નોસ કરાયું છે, જે હવે મેટાસ્ટૈસાઈઝ્ડ થઈ ગયું છે. સોનાલી હાલ ન્યૂયોર્કમાં સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરમાં પોતાની સારવાર કરાવી રહી છે. ત્યાં હાલ તેની સાથે તેનો દીકરી રણવીર બહલ પણ છે. સોનાલીના લગ્ન વર્ષ 2002માં થયા હતા, અને રણવીરનો જન્મ વર્ષ 2005માં થયો હતો.

તો બીજી તરફ, સોનાલીને મળવા માટે તેના ઘરે અનેક બોલિવુડ સ્ટાર્સ પહોંચ્યા હતા. જ્યાં તેમણે તેના પરિવારજનોને સોનાલીના ખબરઅંતર પૂછ્યા હતા. તો હુમા કુરેશી અને અદિતિ રાવ હૈદરી પણ સોનાલીને મળવા પહોંચ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY