લોકસભાની આગામી ચૂંટણી રસાકસીભરી બનવાની દુંદુભિ સંભળાઈ રહી છે

0
31

રાજકીય પંડિતોની ધારણાથી વિપરીત કાંગ્રેસ રોજ વધુને વધુ જારમાં આવતી લાગે છે. દેશનો સૌથી વધુ જૂનો રાજકીય પક્ષ બરાબરની આળસ ખંખેરીને આક્રમક બની રહ્યો છે. કાંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી જાણે એકદમ બદલાઈ ગયા છે. લાંબી તૈયારીનું પરિણામ હોય કે તાજેતરની સફળતાનો પ્રભાવ, પણ રાહુલબાબા આત્મવિશ્ર્વાસથી છલોછલ દેખાય છે.
ગુરુવારે રાહુલ ગાંધીએ દુંદુભિ ફૂંકી કે અમે દેશભરમાં પૂરા જાશથી લોકસભાની ચૂંટણી લડીશું. કેન્દ્રમાં ફરી યુ.પી.એ.ની સરકાર આવશે અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં અમે જ જીતવાના. કબૂલ કે આવું બોલવાના પૈસા લાગતા નથી.
પરંતુ બુધવારે પ્રિયંકા ગાંધી વાડરાના રાજકારણ પ્રવેશનું પત્તું ઉતરીને કાંગ્રેસે પોતાની ગંભીરતા દર્શાવી દીધી છે. આમ થવાની ખૂબ લાંબા સમયથી ચર્ચા હતી. પ્રિયંકાના રાજકારણમાં સત્તાવારપણે સક્રિય થવાથી કાંગ્રેસીઓમાં ઉત્સાહનો સંચય થવો સ્વાભાવિક છે. સામે પક્ષે ભાજપે અપેક્ષિત પ્રતિભાવ આપ્યા છે. આશ્ર્‌ચર્યજનક રીતે શિવસેનાએ ભળતા જ પ્રતિસાદ આપ્યા છેઃ ‘પ્રિયંકાના આવવાથી કાંગ્રેસને મદદ મળશે. પ્રિયંકા તેમના દાદી ઈંદિરા ગાંધી જેવા દેખાતાં હોવાથી કાંગ્રેસને એનો ચોક્કસ લાભ મળશે. તેમની ભાષણ કરવાની અને લોકો સાથે હળીમળી જવાની આવડતથી પાર્ટીને ફાયદો થશે.’ આવું નિવેદન કેન્દ્ર અને રાજ્યમાં ભાજપનો સૌથી જૂનો સાથી પક્ષ કરે છે હો.
ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીના બહુજન સમાજ પક્ષે યુતિ કરીને કાંગ્રેસની ઘોર અવગણના કરી હતી. આની સામે ચૂપ બેસી રહેવાને બદલે કાંગ્રેસે રાજ્યની લોકસભાની બધી બેઠકો પર લડવાની જાશભરી જાહેરાત કરી દીધી છે. આની સાથોસાથ અમેઠીમાં રાહુલને આવતીકાલના વડા પ્રધાન ગણાવાય એ કાંગ્રેસના નવાસવા જુસ્સાનું દ્યોતક છે. પ્રિયંકાને મેદાનમાં ઉતારવા માટે કાંગ્રેસે સ્પેશ્યલ ગૅમ પ્લાન ઘડ્યો જ હોય.
ઉત્તર પ્રદેશ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં કાંગ્રેસ પાર્ટી ખોંખારો ખાઈને ટટ્ટાર ઊભી રહી ગઈ છે. આ રાજ્યમાં લોકસભા અને વિધાનસભાની બધી બેઠકો એકલે હાથે લડવાની હિંમતભરી ઘોષણા કરી છે.
હકીકતમાં તો ભાજપના સૌથી મોટા ગઢ ગણાતા ગુજરાતમાં કાંગ્રેસે ઊભા થવાની શરૂઆત કરી. ત્યારબાદ કર્ણાટક આંચકી લીધું. છેલ્લે ભાજપ પાસેથી ત્રણ રાજ્યો પડાવી લીધા. લોકો કહે છે એમ આ પરિણામો કદાચ કાંગ્રેસ માટેનો પ્રેમ ન હોય, પણ ભાજપ સામેની નારાજગી હોઈ શકે, પરંતુ ત્રણ રાજ્યોની વિધાનસભામાં મળેલી જીત બાદ કાંગ્રેસના ઘોડામાં થનગનાટ ખૂબ વધી ગયો.
આ અગાઉ તો કેવી કંગાળ સ્થિતિ હતી કાંગ્રસેની? નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા ત્યારે ઉત્સાહના નાયેગ્રા વચ્ચે બૂમાબૂમ સંભળાતી હતી કે ૨૦૨૪ સુધી તો આ માણસને કોઈ હઠાવી નહીં શકે. દાયકાઓથી સત્તાની બંધાણી કાંગ્રેસ એટલી ભૂંડી રીતે હારી હતી કે આવું માનવાવાળા વધતા ગયા, પરંતુ બહુ જ જલદી ભાજપ માટે પહેલો આંચકો આવ્યો સાવ નજીકમાંથી. નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’વાળા અરવિંદ કેજરીવાલ અચાનક બધાના ‘બાપ’ સાબિત થયા, પરંતુ એને અપવાદ ગણીને હળવાશથી લેવામાં આવ્યું.
ત્યારબાદ ગંગા-યમુનામાં ઘણાં પાણી વહી ગયા. કાંગ્રેસનું ધોવાણ વધતું ગયું. કાંગ્રેસ પાર્ટી નીતનવા ગતકડાં કરતી રહી. રાહુલ ગાંધીને પ્રમુખ બનાવી દેવાયા છતાં ધાર્યા પરિણામ ન આવ્યા. એક પછી એક રાજ્ય હાથમાંથી જતા ગયા. ઘણાંએ તો કાંગ્રેસના નામનું સાવ નાહી નાખ્યું, પરંતુ મોદી સરકારે તંગ દોર પર નર્તન કરવાનું હતું. રોજબરોજની સમસ્યાઓ ઉકેલવા ઉપરાંત આપેલા વચન પૂરા કરવાની જવાબદારીનો બોજ ભલભલાની કમર બેવડ વાળી નાખે તેવો હતો.
ચૂંટણી માટે વચન આપવામાં અને એને સાકર કરવા વચ્ચે ઘણો મોટો પુલ હોય એ ફરી સાબિત થયું. અળવીતરા પાડોશી પાકિસ્તાન સાથેના સંબંધ, નાટબંધી, જી.એસ.ટી., બૅંકોના ઉઠમણાં, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસીના કિસ્સા અને મોંઘવારી જેવા અનેક મુદ્દા મોદી સરકાર માટે મુશ્કેલી સર્જતા રહ્યાં. રાફેલ વિવાદમાંય ઘણો ઘોંઘાટ થયો. આમાં સત્ય આક્ષેપ અને ખુલાસા વચ્ચે કિયાક હોઈ શકે.
પ્રાદેશિક પક્ષોને બદલે રાષ્ટ્રીય પક્ષ મજબૂત બને એ એકંદરે રાષ્ટ્રના હિતમાં છે. લોકશાહી અને દેશની એકતા-અખંડિતતા માટે આૅકિસજન સમાન છે. આગામી ચૂંટણીમાં કોનો ઘોડો આગળ રહેશે એ કહેવું ઘણું વહેલું ગણાશે, પણ મજબૂત વિરોધ પક્ષ કાયમ આવકાર્ય ગણાય.
આ સિવાય એક સમયે એકતરફી લાગતા રાજકીય જંગમાં ધીરે ધીરે ગરમાવો વધી રહ્યો છે. આવા કપરા સમયમાં થશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહના નેતૃત્વ અને વ્યૂહકૌશલની ખરી કસોટી.
ધ્રુજતા પંજામાંથી મુઠ્ઠી વાળવાની કાંગ્રેસની નવી શકિત મતમાં જેટલી અને જ્યારે પરિવર્તિત થાય ત્યારે ખરી, પણ અત્યારે લોકસભાની આગામી ચૂંટણી રસાકસીભરી બનવાની દુંદુભિ સંભળાઈ રહી છે. આનો સીધો અર્થ એટલો જ કે પ્રજા અને પ્રજાતંત્ર લાભમાં રહેવાના.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY