ઉપલેટા તાલુકાના મેખાટીંબી ગામના પટેલ આધેડ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજયું

0
101

ઉપલેટા: ઉપલેટાથી છ કિલોમીટર દૂર આવેલા તાલુકાના મેખાટીંબી ગામના ૫૦ વર્ષીય આઘેડ પટેલ ચીમનભાઈ બાબુભાઈ ધામી નામના આધેડ વ્યક્તિએ ગઈકાલ સાંજે કોઈ અગમ્ય કારણોસર મેખાટીંબી ગામની સામે આવેલ ઈસરા ગામની સીમમાં તેમની વાડી આવેલ હોય. ત્યાં વાડીએ જઈ, ઝેરી દવા ગટગટાવી લેતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવના સમયે કોઈ ત્યાં હાજર ન હતું. આ અંગે જાણ થઈ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું. તેમના મૃતદેહને ઉપલેટા સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ હતો. ત્યાં તેમના સગા-સંબધીઓની આ અંગે પૂછપરછ કરતા કોઈ બાબત જાણવા મળેલ નથી. આ મૃત્યુનું કારણ શું છે ? શા માટે દવા પીધી ? વગેરે બાબતોની ઝીણવટ ભરી તપાસ ઉપલેટા પી.આઈ એલ.એલ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે. સાચી હકીકત પોલીસ તપાસ બાદ જાણવા મળશે.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડીયા – ઉપલેટા
9979291598/7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY