માતા માટે દવા લેવા ગયેલ કોન્સ્ટેબલ જાવેદનું અપહરણ કરી આતંકીઓએ હત્યા કરી

0
5

શોપિયાં,તા.૬
કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આતંકીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસના એક કોન્સ્ટેબલ જાવેદ અહમદ ડારની હત્યા કરી દીધી છે. તેમનો મૃતદેહ શુક્રવારે વહેલી સવારે ગુલગામના પરિવાનમાંથી મળ્યો છે. જાવેદનું ગુરુવારે સાંજે અંદાજે ૫ વાગે અપહરણ કરવામાં આવ્યું હતું. હારની હત્યાની જવાબદારી હિજબુલ મુઝ્ઝાહિદ્દીને લીધી છે. નોંધનીય છે એક મહિનામાં પોલીસ અધિકારીનું અહરણ કરીને હત્યાની આ બીજી ઘટના છે. આ પહેલાં ૧૪ જૂને આતંકીઓએ ભારતીય સેનાના જવાન ઔરંગઝેબનું કલમપોરાથી અપહરણ કરીને હત્યા કરી દીધી હતી.
જાવેદનું તે સમયે અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે તેઓ એક મેડિકલ સ્ટોર પર દવા લેવા માટે દઈ રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જાવેદ છેલ્લા પાંચ વર્ષથી એસએસપી શૈલેન્દ્ર કુમાર સાથે ઓપરેટર તરીકે તહેનાત હતા. જાવેદે પોલીસ હેડને જણાવ્યું હતું કે, તેઓ તેમની માતા માટે દવા લેવા જઈ રહ્યા છે. તેમણે કÌšં હતું કે, તેમની માતાને દવાની જરૂર છે કારણ કે તેઓ હજ માટે જવાની છે.
જાવેદ અહમદનું શોપિયાના કચદૂરા ગામના એક મેડિકલ સ્ટોરથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કારમાં ત્રણથી ચાર આતંકીઓ આવ્યા હતા. આતંકીઓએ પહેલાં તો હવામાં ફાયરિંગ કર્યું અને ત્યારપછી બંદૂકની અણીએ જાવેદને પોતાની સાથે કારમાં બેસાડી દીધો હતો. નોંધનીય છે કે, આ વર્ષે કચદૂરામાં કરવામાં આવેલા એક એન્કાઉન્ટમાં પાંચ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા.
આમ, ઉલ્લેખનીય છે છેલ્લા કેટલાક દિવસની શાંતિ બાદ આતંકવાદીઓએ ફરી અશાંતિ શરૂ કરી હોવાનું જાવા મળી રહ્યુ છે. આ અગાઉ આતંકીઓએ ઔરંગઝેબનુ અપહરણ કરી તેની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યપાલમાં શાસનમાં સેનાએ આતંકીઓ વિરુધ્ધની કાર્યવાહી કડક કરી દીધી છે જેને લઇને આતંકવાદીઓ ભયભીત થઇ ગયા છે. સેનાએ આતંકવાદીઓ વિરુધ્ધ ઓપરેશન ઓલઆઉટ તેજ કરી દીધું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY