ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામ થી પરડવા ગામ જતા વચ્ચે આવતી નદી ઉપર પુલ બનાવવાને બદલે સિમેન્ટના ભૂંગળા નંખાતા ખેડૂતોમાં ભારે રોષ

0
219

ગતરોજ તા. ૨૮/૬/૨૦૧૮ ને રોજ ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામના ખેડૂતો તંત્ર સામે રોષે ભરાયા હતા. પ્રાંસલા ગામ થી પરડવા ગામ જતા વચ્ચેના રોડ પર ડામર રોડ સરકાર તરફથી એક કરોડ ૪૦ લાખનો મંજુર થયેલ હતો. જે આજદિન સુધી શરૂ કરવામાં આવેલ નથી. ક્યા કારણોસર કામ રોકાયેલ છે તે અંગે ખેડૂતો દ્વારા માહિતી આપવાની માંગણી કરેલ છે. તેમજ આ રોડ પર આવતી નદી પર ખેડૂતોની માગણી હતી કે બેઠો પુલ બનાવે. જેથી રોડ ઉપર પાણીના આવી શકે અને ખેતરોને નુકસાન પણ ના પહોંચે. પરંતુ નદી પર બેઠા પુલની જગ્યાએ મોટા સિમેન્ટના ભૂંગળા (પાઈપ) મુકેલ છે. જે ભૂંગળાની ઊંચાઈ રોડની બરાબર લેવલમાં આવી ગયેલ છે. એનાથી ચોમાસામાં પાણી ભરાવાના લીધે ખેતરોમાં પાણી ઘૂસી જાય છે. આ કારણે પ્રાંસલા ગામના તમામ ખેડૂત ભાઈઓ કામ બંધ કરાવેલ અને સરપંચ તથા કોન્ટ્રાક્ટરને માટી હટાવી, બેઠો પુલ કરી આપવા માટે વારંવાર રજૂઆતો કરેલ છે. પરંતુ નીંભર તંત્ર દ્વારા છેલ્લા પાંચ મહિનાથી આજદિન સુધી કામ બંધ રાખેલ અને ભુંગળા હટાવેલ નથી કે સાઈડમાં પડેલ માટી ઉપાડેલ નથી. અને હાલ ચોમાસુ માથે હોય અને ભુંગળા તથા માટી તાત્કાલિક ધોરણે જો હટાવવામાં નહિ આવે તો નદીના પાણી ખેડૂતોના ખેતરમાં ઘુસી જાય તેવી પરિસ્થિતિ સર્જાયેલ છે.તેમજ ખેતર તથા પાકનું ધોવાણ થાય તેવી પરિસ્થિતિનું સર્જન થયેલ છે. આ ખેડૂતોને લાખોનું નુકસાન થાય એવી ભીતી પણ સર્જાયેલ છે. આ અંગે ચાર દિવસ પહેલા ખેડૂતો દ્વારા મામલતદાર શ્રી આવેદનપત્ર પણ અપાયું હતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તાત્કાલિક ધોરણે માટી તથા ભુંગળા ત્યાંથી હટાવી નદી ના પાણીનું વહેણ ખુલ્લું થાય તે અંગે તેમજ આ બાબતે ખેડૂતોને જો કોઈ નુકસાની જશે કે વર્ષ ફેલ થશે તો તેની તમામ જવાબદારી જવાબદાર તંત્ર તથા સરકારની રહેશે. આવા સંજોગોમાં જો અમારા ખેતરોનું ધોવાણ થાય તો ખેડૂતોના કુટુંબનો ભરણપોષણ ના કરી શકે તેમજ ખેડૂત પરિવારના સભ્યોને નાછૂટકે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો તે અંગે જવાબદાર રહેવા ખેડુતોએ જણાવ્યું હતું. તેમજ વાડીએ જવા માટેનો જે રસ્તો છે તે તળાવમાંથી પસાર થતો હોય. ચોમાસામાં ખેતરોમાંથી આવતા પાણી આ તળાવમાં ૫ થી ૬ ફૂટ સુધી ભરાઈ જય છે. મોટા ભાગના ખેડૂતો આ રસ્તે વાડી વિસ્તારમાં રહે છે. ખેડૂતોના બાળકોને સ્કૂલે મુકવા અને તેડવા આ રસ્તેથી જવાનું હોય છે. જો ક્યારેક અઘટિત બનાવ બને તે અંગે ખરેખર જવાબદાર કોણ ? માટે આ રસ્તા પર ભરતી કરી રસ્તો ઊંચો બનાવી આપવા પણ અનેક વખત રજૂઆતો કરેલ છે. જો આ અંગે વહેલાસર ઘટતું કરવામાં નહિ આવે તો ના છૂટકે આત્મવિલોપન કરવાની ફરજ પડશે એવી ચીમકી આ પીડિત ખેડૂતોએ ઉચ્ચારી હતી.

રિપોર્ટર : દિનેશ ચંદ્રવાડિયા – ઉપલેટા
9979291598   7016006334

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY