ધ્રાગધ્રામા સૌથી મોટી સોડાએસની કંપની DCW આવેલી છે જે કંપની છેલ્લા થોડા સમયથી વારંવાર ખુબજ ચચાઁમા આવતી હોવાનુ નજરે પડે છે તેવામા રાજકારણના ઓથા હેઠળ ચાલતી આ વિશાળ કંપની વિરુધ્ધ હાલમાજ તેઓના જ કામદારો દ્વારા આંદોલનો કરાયા હતા પરંતુ કોઇપણ કારણોસર કામદારોના પ્રશ્નોને સ્વીકારતા આંદોલન માત્ર કલાકોમા જ સીમટી દેવાયુ હતુ ત્યારે સોડાએસની આ વિશાળ DCW કંપની પર અગાઉ જમીન પચાવવાના અનેક વખત આક્ષેપો થયા છે છતા કંપનીના સત્તાધીશો અને રાજકારણના પગ પેસારાને લઇને સામાન્ય લોકોના અવાજને ખુબજ ઠંડા કલેજે દબાવી દેવામા આવતા હોય છે ત્યારે ફરી એક વખત ધ્રાગધ્રા DCW વિરુધ્ધ કેટલાક પરીવારોએ પોતાના રહેણાંક મકાનો ખાલી કરાવી તે જમીનને કંપની દ્વારા હડપ કરી જવાનોખેલ પાડવાનો આક્ષેપ કરાયો છે જેમા ધ્રાગધ્રા DCW કંપની પાસે આવેલ જુના હાઉસીંગ વિસ્તારમા રહેતા અનેક પરીવારજનોને કંપનીના સતત્તાધીશો દૂવારા ધાપ ધમકી મારી વષોઁથી રહેતા તેઓના મકાનો ખાલી કરાવવા માટે યેન-કેન પ્રકારે પજવણી થતી હોવાનો આક્ષેપ અહિ રહેતા અનેક પરીવારજનો દ્વારા કરાયો છે જેમા અહિ વષોઁથી રહેતા જામ અનવરભાઇ જુમાભાઇ દ્વારા જણાવાયુ હતુ કે તેઓ પોતાના પરીવાર સાથે વષોઁથી રહે છે અને હાલમા DCW કંપની દ્વારા અહિ રહેતા અનેક પરીવારની પજવણી કરવાનુ કાયઁ શરુ કરાયુ છે જેમા તેઓને સ્પષ્ટ રીતે આ રહેણાંક મકાનોની જમીન ખાલી કરી જમીન હડપ કરી લેવાનુ કારસ્તાન આ કંપની દ્વારા હાથ ધરાયુ હોવાની વાત કરાઇ હતી ત્યારે ખરેખર વષોઁથી રહેતા આ ગરીબ અને નિંસહાય અનેક પરીવારોને રહેણાંક મકાનની જમીન વષોઁ પહેલા ધ્રાગધ્રા સ્ટેટના રાજવી ઘન્યામસિંહ દ્વારા અપાઇ હતી પરંતુ DCW કંપનીના સત્તાધીશો દ્વારા સરકારમા જે જમીનોનો કોઇ ઉલ્લેખ નથી તેવા રાજાશાહીની જમીનના ખોટા પુરાવા ઉભા કરી આ જમીન DCW કંપનીને ભાડા પેટે આપેલી હોવાનુ જણાવાય છે જ્યારે આ રહેણાંક મકાનોમા અંદાજે 80 જેટલા પરીવારો રહેતા હતા પરંતુ કંપની દ્વારા દરેક પરીવારને ધાપ-ધમકી તથા કાયદાનો ભય દશાઁવી અહી તમામ પરીવારના રહેણાંક મકાનો ખાલી કરી આ પરીવારોને બેઘર કરી દેવામા આવ્યા છે ત્યારે એક તરફ સરકાર દ્વારા લોકોને ઘરના ઘરનો વાયદો કરાય છે અને બીજી તરફ આ સરકારનાજ રાજમા કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા જમીન હડપ કરવા હેતુ કેટલાક પરીવારોને બે ઘર કરતા હવે આ તમામ પરીવારોના સભ્યો દ્વારા સરકાર પાસે હીજરત કરી પોતાના પુવઁજોને રાજાશાહીમા અપાયેલી જમીનને પડાવવાની ફીરાકમા રહેલી કંપની પર કાયદેસર કરી DCW કંપની દ્વારા ખાલી કરાવેલ રહેણાંક મકાનોમા રહેતા પરીવારજનોને ફરીથી પોતાની જમીન સુપ્રત કરાય તેવી માંગ સાથે હીજરત કરી હતી.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





