ન્યુ દિલ્હી,તા.૨
જા તમે પણ વારંવાર ફોનના કટ થવા પર અથવા અવાજ ના આવવા અથવા અટકાઇને અવાજ આવવાથી પરેશાન છો તમારા માટે મોટા સમાચાર છે. એને લઇને સરકારે ટેલિકોમ કંપનીઓ વિરુદ્ધ કડક પગલા ભર્યા છે. ટ્રાઇએ કહ્યું છે કે જા ફોન પર વાત કરતી વખતે અવાજ અટકાઇને આવે છે અથવા અવાજ આવતો નથી તો એને પણ કોલ ડ્રોપ માનવામાં આવશે અને દોષિત ગણાતી ટેલિકોમ કંપનીઓ પર ૫ લાખનો દંડ પણ લાગી શકે છે. કોલ ડ્રોપને લઇને નવી નિયમની શરૂઆત ૧ ઓક્ટોબર ૨૦૧૮થી શરૂ થશે.
કોલ ડ્રોપની નવી પરિભાષા નક્કી કરતી વખતે ટ્રાઇએ કહ્યું કે જા વાત કરતાં કરતાં ફોનનું કપાવવું જ કોલ ડ્રોપ માનવામાં આવશે નહીં પરંતુ વાતચીત દરમિયાન અવાજનું ના આવવું અથવા અટકાઇને આવવું પણ નબળું નેટવર્કના દાયરામાં આવશે અને એને પણ કોલ ડ્રોપ માનવામાં આવશે.
વાસ્તવમાં સૂત્રોનું માનીએ તો ટેલિકોમ કંપનીઓ ઘણા વખત નેટવર્કનો હવાલો આપીને કોલ ડ્રોપમાંથી ઓબ્જેક્ટો પ્રાપ્ત કરે છે, પરંતુ ટ્રાઇ હવે એવું કરવા દેશે નહીં. ફોન પર વાત કરતાં દરમિયાન આવનારી કોઇ પણ સમસ્યાને હવે કોલ ડ્રોપ માનવામાં આવશે. ત્યારબાદ દરેક દિવસના કોલ ડ્રોપનો હિસાબ હશે અને મહિનામાં ૨ ટકાથી વધારે કોલ ડ્રોપ થવા પર ટેલીકોમ કંપનીઓ પર ૫ લાખ રૂપિયાથી વધારેનો દંડ ફટકારવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલા પણ ટ્રાઇએ કહ્યું હતું કે દૂરસંચાર કંપનીઓ એક મહિનાની અંદર કોલડ્રોપ, બિલ, નેટવર્ક સહિત વિભિન્ન સ્તરની સમસ્યા પર કરવામાં આવેલી ફરિયાદોને પૂર્ણ કરવી પડશે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


