વડોદરા પોલીસે દેશી પિસ્તોલ સહિત રૂ.500 અને રૂ.2000ની ડુપ્લીકેટ નોટ લઇ ફરતા ચાર ઈસમોને ઝડપી પડ્યા.

0
882

વડોદરા:
પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રીના રોજ વડોદરા ખાતે ઇ.પી.આઇ.એચ.એમ.ચૌહાણ અને ટીમ એસ.ઓ.જી. પોલીસ દરરોજની જેમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન બાતમીના આધારે સોમા તળાવ, ડભોઇ રોડ પાસે ચાર ઈસમો ડુપ્લીકેટ ચલણી નોટોની હેરાફેરી કરવા આવનાર છે જેમાં ઇન્દોર, એમ.પી.નો સુનિલ બાબુરાવ પાટીલ જે અગાઉ ડુપ્લીકેટ નોટ બનાવવાના કેસમાં ઝડપાયો હતો જે થોડા જ સમય પહેલા જેલમાંથી બહાર આવેલ છે. આ સુનિલ પાટીલની જેલમાંથી બહાર આવ્યા બાદ મુલાકાત કલારાણી ગામ, પાવી જેતપુરનો રહેવાસી નરેશ ગરબડદાસ પ્રજાપતિ સાથે થઈ હતી. ડુપ્લીકેટ ચલણી નોટોની હેરાફેરી કરવામાં નરેશ પ્રજાપતિનો દીકરો કૃષિલ નરેશ પ્રજાપતિ, રહે.કલારાણી ગામ, પાવી જેતપુર અને મોહસીન માજિદ મકરાની રહે. કુબેર નગર, ગુજરાતી શાળા પાસે, બોડેલી પણ સાથે હતા. જોકે સુનિલે ફરીથી ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાનું કામ શરૂ કર્યું હતું જેમાં રૂ.500/- અને રૂ.2000/- ની નોટ છાપી હતી. આ ઈસમો બજારમાં ડુપ્લીકેટ ચલણ મૂળવાના ફિરાકમાં હતા. આ ચારેય ઈસમો સોમા તળાવ નજીક આવેલ એક પાર્ટી પ્લોટ પાસે ચલણી નોટોની હેરાફેરી કરી રહ્યા હતા દરમિયાન એસ.ઓ.જી. પોલીસે આ ચારેય ઇસમો ને રંગે હાથે ઝડપી પડ્યા હતા. જોકે સુનિલ પાટીલ પાસેથી દેશી પિસ્તોલ પણ મળી આવી હતી. જેથી વડોદરા પોલીસે આર્મસ એકટ નો ગુન્હો પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં નોંધ્યો હતો. પોલીસે રૂ.500/- અને રૂ.2000/-ની ડુપ્લીકેટ ચલણી નોટો જેની કિંમત રૂ.3,02,000/- અને જયુપીટર મોપેડ નંબર GJ-34-C-7592 ઝડપી પાડી હતી.
જો આવી ડુપ્લીકેટ ચલણી નોટ બજાર માં ચલણમાં આવે તો નાના વેપારીઓને અને આમ પ્રજાને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થઇ શકે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY