આજ રોજ ભરૂચના ઝાડેશ્વર સરકીટ હાઉસ ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના એકતા મંચના સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને રાધનપુર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ઉપસ્થિત રહી કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે ભરૂચ શહેરમાં હાજરી આપતા જણાવ્યું હતું દરેક તાલુકાઓના ૨૫ ગામોને ટ્રાગેટ કરી સમિતિઓની રચનાઓ કરી ગામમાં વ્યસન મુક્તિ, શિક્ષણનો વ્યાપ વધે,રોજગાર ઉપલબ્ધ થાય,તથા પ્રજાલક્ષી કાર્યક્રમો, સંગઠન ની મજબૂતાઈ, અને સરકારના જે નાણાંઓનો યોગ્ય ઉપયોગ થઈ શકે એના માટે આ સંવાદ યાત્રા આખાય ગુજરાતમાં થઈ રહી છે.જેના ભાગરૂપે આજ રોજ ભરૂચ જિલ્લાના કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો.
J
ભરૂચ જિલ્લાના ૧૦૦ થી વધુ ગામડાઓમાં ૧૦ દિવસમાં નવી ગ્રામ સમિતિઓ બનાવી એક સંકલ્પ સાથે સો થી વધારે કામોમાં ક્ષત્રિય ઠાકોર સેનાનું સંગઠન મજબૂતાઈ થી કામ કરે અને સમાજના પ્રાણ પ્રશ્નોને વાચા આપી કામ કરે, સમાજમાં એકતા વધે તેવું આયોજન કરવામાં આવનાર છે.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના સંવાદ કાર્યક્રમમાં ગુજરાત જિલ્લા પ્રભારી ભીમજી ઠાકોર,ભરૂચ જિલ્લા પ્રમુખ વિજયસિંહ ઠાકોર સહિત મોટી સંખ્યામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



