યૂપીમાં ૫૦થી વધુ ઉંમરના અનફિટ સરકારી કર્મીઓને રિટાયર કરાશે

0
6

લખનૌ,તા.૯
યુપી સરકાર પ૦ વર્ષથી વધુ ઉંમરવાળા એ કર્મચારીઓને રિટાયર્મેન્ટ આપવાની યોજના બનાવી રહી છે. જેઓ કામમાં બેદરકારી દાખવે છે. જા આવા પ્રસ્તાવ પર સરકાર આગળ વધે છે તો પ્રદેશમાં કાર્યરત ૧૬ લાખ કર્મચારીઓમાંથી ચાર લાખ કર્મચારીઓને અસર થઇ શકે છે.
સરકારની યોજના એ કર્મચારીઓને રિટાયર્મેન્ટ આપવાની છે જેઓ પોતાના કામમાં બેદરકાર છે અથવા તો તેમના કામનું કોઇ સકારાત્મક પરિણામ ન હોય. એક સરકારી અધિકારીના જણાવ્યા મુજબ આ માટે ૩૧ જુલાઇ સુધી તમામ કર્મચારીઓના પર્ફોર્મન્સ રિપોર્ટ તેમના વિભાગના અધ્યક્ષો દ્વારા સોંપવામાં આવશે.
એડિશનલ ચીફ સેક્રેટરી મુકુલસિંહે એક આદેશમાં જણાવ્યું છે કે અનિવાર્ય રિટાયર્મેન્ટ માટે તમામ વિભાગના અધ્યક્ષ પ૦ વર્ષ કે તેનાથી વધુ ઉંમરના તમામ કર્મચારીઓનું સ્ક્રીનિંગ ૩૧ જુલાઇ ર૦૧૮ સુધી પૂરું કરવામાં આવે. પ૦ વર્ષની ઉંમરની ગણતરી ૩૧ માર્ચ ર૦૧૮ સુધી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે પ૦ વર્ષની ઉંમર પાર કરી ચૂકેલા લોકો સ્ક્રીનિંગમાં સામેલ થશે.
સરકારના આદેશમાં એમ પણ કહેવાયું છે કે નિયમ મુજબ કોઇ પણ સરકારી કર્મચારી રિટાયર્મેન્ટ લઇ શકે છે. આ ચુકાદાને લઇને રાજ્ય સરકારના કર્મચારીઓ નાખુશ છે. યુપી સચિવાલય કર્મચારી સંઘના અધ્યક્ષ યાદવેન્દ્ર મિશ્રાએ કહ્યુ કે આવા નિર્ણય માત્ર સરકારી કર્મચારીઓને પરેશાન કરવા માટે લેવાય છે. આવી બધી બાબતોને સહન કરવામાં નહીં. તેને લઇને આવે એક મિટિંગ પણ યોજવામાં આવી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY