નર્મદા જિલ્લામાં ફી નિયમન પ્રમાણે શાળાઓ ફી લે એ માટે કોંગ્રેસે આંદોલન છેડ્યું

0
45

જિલ્લા શિક્ષણાધીકારી ને આપ્યુ આવેદન, જો શાળાઓ વધુ ફી વસુલસે તો કોંગ્રેસ આક્રમક બનશે.

રાજપીપળા :
રાજ્ય સરકાર ફી નિયમન નો કાયદો બનાવી જાણે વાલિઓને મુર્ખ બનાવે તેવુ કામ કરી રહી છે. ફી નિયમન સામે FRC કમિટી મૂકી શાળાઓ ને મુદત આપી જાણે પકડ દાવ રમતા હોય એવોો આક્ષેપ આજે કોંગ્રેસ કરી રહી છે. અને નિયમ પ્રમાણે ફી લેવા શાળાઓ ને સુચન કરવા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન આપવમા આવ્યુ હતુ.

નર્મદા જીલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડો.નીપા પટેલ ને આવેદન આપી માંગ કરી કે જે સરકારે ફી નિયમન નો નિર્ણય બનાાવ્યો છેે આ નિર્ણણય માટે સરકાર મક્કમ બની રાજ્યની તમામ શાળાઓ મા આ ફી નો રેશિયાનો અમલ કરાવે નર્મદા જીલ્લા મા પણ બે થી ત્રણ શાળાઓ છે જેમને પણ આ ફી માટે સરકાર સુચના આપે એ જરુરી છે જે માટે કોંગ્રેસે રાજ્યવ્યાપી આંદોલન છેડ્યુ છે. જેમા પ્રદેશ મંત્રી હરેશ વસાવા,જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપ પ્રમુખ જયંતિ વસાવા,બંધાકામ સમિતિ ચેરમેન દિનેશ તડવી,જિલ્લા પંચાયત પ્રમુખ રુચિકાબેન વસાવા, જીલ્લા મહિલા પ્રમુખ આંગિરાબેન તડવી, શહેર પ્રમુખ નિલમ વસાવા, યુથ કોંગ્રેસ પ્રમુખ વસુદેવ વસાવા, વડીયા સરપંચ મહેશ રજવાડી, તિલકવાડા પ્રમુખ રાજુ ભિલ, મોઇન શેખ, સુમિત્રા રાઉલજી, રોશની વસાવા સહિત આગેવનો હાજર રહ્યા હતા. 

આ બાબતે પ્રદેસ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાએ જણાવ્યુ હતુ કે સરકાર ફી નો કાયદો બનાવી વાલીઓ ને મુર્ખ બનાવી રહી છે જો નિયમ બનાવ્યો છે તો પછી છટક બારી કેવી FRC કમિટી બનાવવાની શુ જરુર છે…? શૈક્ષણીક દુકાનો ખોલી બેઠેલા આ વેપારીઓ ને છ્ટકવા આવા ખોખલા નિયમ બનાવે છે બિચારા વાલીઓ શાળાઓ બહાર આંદોલનો કરે છે અને શિક્ષણના સંચાલકો તમાસો જુવે છે, પણ આવનારી 2019 મા આ ભાજપાની સરકાર ને રાજ્યના તમામ વાલીઓની હાય લાગશે અને ઘર ભેગા કરશે. 

ચીફ રિપોર્ટર,નર્મદા,
ભરત શાહ,મો.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY