મારા પતિને ફસાવામાં મોટા નેતાઓનો હાથ : યશપાલસિંહની પત્ની

0
5

ગાંધીનગર,તા.૪
લોક રક્ષક દળ (એલઆરડી)ની પરીક્ષાના લીક થયેલા પેપર મામલે હાલ મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતા યશપાલસિંહ સોલંકીની પત્ની મીડિયા સામે આવી છે. દિવ્યબાએ પોતાના પતિને ફસાવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે દાવો કર્યો હતો કે તેના પતિને કોઈએ ફસાવી દીધો છે.
યશપાલ એવું કામ કરી જ ન શકે તેવો મને વિશ્વાસ છે. તેમને કોઈએ ફસાવ્યા છે. દિલ્હી જઈને પેપર લઈ આવ્યા હતા તેવી મારે તેમની જાડે કોઈ વાતચીત નથી થઈ. તેઓ દિલ્હી જઈન ન શકે, કારણ કે તેમની પાસે એટલા પૈસા જ નથી. અમારા ઘરે કોઈ પાસે પૈસા નથી. આખા મામલામાં કોઈ મોટા માણસે તેમને ફસાવ્યા છે. તેઓ સલામત રીતે ઘરે પરત ફરે તેવું અમે ઇચ્છીએ છીએ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY