ગાંધીનગર,તા.૪
ગુજરાતમાં સરકારી નોકરીઓમાં ગેરરીતિના મોટાપાયે આક્ષેપો થઇ રહ્યાં છે. બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના દાવા સાથે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર ઉમટયા હતા. ઉમેદવારો તરફે માઇક્રો સોશ્યલ મિડિયા ટ્વીટર પર સેવગુજરાતસ્ટુન્ડટસ ટેગ ટ્રેન્ડ થયું હતું. અને તેને મોટી સંખ્યામાં લાઇક રીટ્વીટ મળ્યું હતું.
તેને પહોંચી વળવા ભાજપના આઇટી સેલ દ્વારા ટ્વીટર પર પ્રોગ્રેસિવગુજરાતના નામે બચાવ કરવાનો પ્રયાસ કરાયો હતો. અને ગુજરાત સરકારની વાહવાહી કરવામાં આવી હતી. એક રીતે જોતા ગુજરાતના યુવાનોએ ભાજપને વળતો ટ્રેન્ડ શરૂ કરવાની ફરજ પાડી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


