ધોરણ-૧૨ ઃ ગેરરિતીના કેસોની સંખ્યા ૧૨૦ રહી

0
81

(સંપૂર્ણ સમાચાર સેવા)
ગાંધીનગર, તા.૧૦
ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. ગેરરીતિના ૧૨૦ કેસો નોંધાઈ ગયા હતા. આ ૧૨૦ વિદ્યાર્થીઓના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે. સીસીટીવી અને ટેબલેટ મારફતે પરીક્ષા કેન્દ્રો પર નજર રાખવામાં આવી હતી. રેકો‹ડગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. રાજ્યભરના જિલ્લાઓના એકાએક અધિકારીઓએ પરીક્ષામાં ગેરરીતિ કરતા ૯૦ પરીક્ષાર્થીઓ પકડાયા હતા. જ્યારે પરીક્ષાખંડમાં જ કોપી કરતા પકડેલા ૩૦ વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવામાં આવ્યા છે. તમામ પાસા પર વિચારણા કરવામાં આવ્યા બાદ અને તેમની રજૂઆતને સાંભળી લેવામાં આવ્યા બાદ હવે તેમના પરિણામ અંગે નિર્ણય કરવામાં આવનાર છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY