‘મિત્ર ભારત’ માટે ઓઈલ સપ્લાઈને વૈકલ્પિક માર્ગ શોધી રહ્યા છીએ : અમેરિકા

0
16

ન્યુયોર્ક,તા.૩૦
અમેરિકા ઈરાન પર પ્રતિબંધો લાદ્યા પછી ભારત માટે ઓઈલ સપ્લાઈના વૈકલ્પિક માર્ગ શોધી રહ્યું છે. ટ્રમ્પ શાસનના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે ઈરાન પર ૪ નવેમ્બરથી અમેરિકાના આકરા પ્રતિબંધો લાગુ થયા પછી ભારતમાં ઓઈલની આયાતની આવશ્યકતાને અમેરિકા સમજે છે.
આ અધિકારીએ કહ્યું હતું, ‘અમારા મિત્ર ભારત માટે વૈકલ્પિક સપ્લાઈ સુનિશ્ચિત કરવા માટે વાતચીત કરવામાં આવી રહી છે. જેના કારણે તેમની અર્થવ્યવસ્થા પર અવળી અસર ન પડે.’
આ વર્ષની શરૂઆતમાં અમેરિકા ૨૦૧૫ની ઈરાન પરમાણુ સંધિમાંથી નીકળી ગયું હતું અને ઈરાન પર આકરા પ્રતિબંધ લગાવી દીધા હતા. પ્રથમ તબક્કાના પ્રતિબંધ અગાઉથી અમલી છે અને ૪ નવેમ્બરથી આ પ્રતિબંધો પૂર્ણ સ્વરૂપે લાગુ થશે. અમેરિકાને આશા છે કે ભારત સહિત તમામ દેશ ઈરાન પાસેથી ઓઈલની આયાત શૂન્ય સુધી લઈ જશે. અમેરિકાએ સ્પષ્ટ કર્યુ છે કે ઈરાન સાથે જે પણ દેશ વ્યાપાર કરશે, તેને અમેરિકન બેન્કિંગ પ્રણાલી અને આર્થિક પ્રણાલીમાં બહિષ્કૃત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે હજુ આ પ્રતિબંધ પર સંયુક્ત રાષ્ટ્રની મહોર લાગી નથી. ભારતની હંમેશાથી એ પારંપરિક નીતિ રહી છે કે તે માત્ર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લગાવાતા પ્રતિબંધોને જ સ્વીકારે છે.
બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયા રિજિયનનના પ્રિન્સિપાલ ડેપ્યુટી આસિસ્ટન્ટ સેક્રેટરી એલાઈસ વેલ્સે કહ્યું હતું, ‘અમેરિકા પોતાના તમામ મિત્રો અને સહયોગીઓની સાથે પ્રતિબંધ લાગુ કરવા પર ચર્ચા કરી રહ્યું છે. આ ચર્ચાનો એક ભાગ ભારતને ઓઈલની વૈકલ્પિક સપ્લાઈ સુનિશ્ચિત કરવાનો છે જેથી ભારતની અર્થવ્યવસ્થા પર તેની અવળી અસર ન પડે.’

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY