જીએસટીની લેટ રિટર્ન પેનલ્ટી માફ કરવા માટે વેપારીઓની માગણી

0
255

ન્યુ દિલ્હી,તા.૩૦
જીએસટી કાઉન્સિલે રેટમાં ઘટાડો કરવા સહિત રિટર્નના કેટલાક પ્રશ્નો ઉકેલ્યા છે, પરંતુ જીએસટીના લેટ રિટર્ન પેનલ્ટી પેટે દૈનિક રૂ. ૫૦ ભરવાના થાય છે. ટેક્સ નિષ્ણાતો દ્વારા આ પેનલ્ટીને ઘટાડવા કે નાબૂદ કરવાની માગ કરવામાં આવી હતી, પરંતુ કાઉન્સિલ દ્વારા તે અંગે કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના પગલે વેપારી સહિત ટેક્સ પ્રેક્ટિસનર્સમાં રોષની લાગણી પ્રવર્તે છે.
ટેક્સ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પોર્ટલ પરની ટેક્‌નિકલ ખામીના કારણે તથા સરકાર દ્વારા નિયમોમાં વારંવાર ફેરફાર થવાથી વેપારીઓ સમયસર રિટર્ન નથી ભરી શકતા. તેને લઇને છેવટે વેપારીઓને દૈનિક જીએસટી પેનલ્ટી રૂ. ૫૦ ભરવાની થાય છે.
ખાસ કરીને જીએસટીઆર-૩-બી સમરી રિટર્ન વેપારીઓ સમયસર ફાઇલ કરી શકતા નથી અને તેના કારણે દૈનિક રૂ. ૫૦ પેનલ્ટી ભરવી પડે છે. ટેક્સ નિષ્ણાતો અને વેપારીઓ દ્વારા આ ફી અંગે ફેરવિચારણા કરવાની માગ ઊઠવા પામી છે.
ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે જુલાઇ મહિનામાં જીએસટીની અમલવારી થઇ ત્યારે શરૂઆતમાં લેટ રિટર્ન ભરતા સમયે રૂ. ૨૦૦ની પેનલ્ટી લાદવામાં આવી હતી, જાકે પાછળથી ટેક્સ પ્રેક્ટિસનર્સ અને વેપારીઓના ભારે વિરોધ વચ્ચે નવેમ્બર મહિનામાં આ લેટ ફીમાં જીએસટી કાઉન્સિલ દ્વારા રૂ. ૧૫૦નો ઘટાડો કરાઇને મોડા રિટર્ન ભરનારને દૈનિક રૂ. ૫૦ની પેનલ્ટી લગાવવામાં આવી રહી છે.
ટેક્સ નિષ્ણાતો દ્વારા તેમાં માફી આપવા માગ કરાઇ છે. આ અંગે ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના પૂર્વ પ્રેસિડેન્ટ વારીશ ઇશાનીના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં નવ લાખ વેપારીઓ જીએસટી હેઠળ રજિસ્ટર્ડ છે અને આ રજિસ્ટર્ડ વેપારીઓમાંથી મોટા ભાગના વેપારીઓને જીએસટીઆર-૩-બી રિટર્ન ભરવાનું થાય છે. એક યા બીજા ટેક્‌નિકલ કારણસર મોડા રિટર્ન ભરાય તેઓને રૂ. ૫૦ દૈનિક પેનલ્ટી લગાવાય છે, જે માફ કરી દેવી જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY