ચોરી-લૂંટના ૧૭ ગુન્હાઓને અંજામ આપનાર ટોળકીના ૧૦ ઈસમો ઝડપાયા

વાંકાનેરના ટોલનાકા નજીક આવેલ પેટ્રોલપંપમાં લૂંટ ચલાવવાનું પ્લાનિંગ કરનાર ટોળકી લૂંટને અંજામ આપે તે પૂર્વે જ મોરબી એલસીબી ટીમે લૂંટારૂ ગેંગના ૧૦ ઇસમોને દબોચી લઈને હથિયાર સહિતનો મુદામાલ કબજે લીધો છે તો આરોપીઓએ ૧૭ જેટલા નાના મોટા ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત આપી છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી બન્નો જોષીની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. આર.ટી વ્યાસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર વઘાસીયા ટોલનાકા નજીક આવેલા રાજ્શક્તિ પેટ્રોલપંપને લૂંટવાનો પ્લાન બનાવનાર ટોળકીના અજય કેશર વડાલીયા રહે. પીપળીયા તા. ધોરાજી હાલ રાજકોટ શહેર, ઇમરાન દાઉદ સંધી રહે. વાંકાનેર પાંચદ્રારકા, મેરૂ ઉર્ફે મેરો નરશીભાઈ પીપળીયા રહે. હસનપર તા. વાંકાનેર, પ્રકાશ ઉર્ફે પકો નરશી પીપળીયા રહે. હસનપર તા. વાંકાનેર, રસુલશા હાજીશા શાહમદાર રહે. મોરબી વજેપર, બાદશાહ રમજાન શાહમદાર રહે. મોરબી કાલિકા પ્લોટ, નીતેશ જશવંત ઉર્ફે જશભાઈ કોળી રહે. માલીયાસણ જી રાજકોટ, સલીમશા ઉર્ફે ઢેબો મેરાશા દીવાન રહે. ભવાનીનગર હળવદ, સમીરશા મેરાશા દીવાન રહે. હળવદ ભવાનીનગર અને શહેજાન ઉર્ફે મુસો હનીફભાઈ ફકીર રહે. હસનપર તા. વાંકાનેર એમ ૧૦ આરોપીઓને દબોચી લેવામાં સફળતા મળી છે.

દેશી પિસ્તોલ, નવ કાર્ટીસ અને છરી સહિતનો મુદામાલ કબજે કરાયો
મોરબી એલસીબી ટીમે લૂંટને અંજામ આપે તે પૂર્વે જ ફકીર ગેંગના ૧૦ ઇસમોને દબોચી લીધા છે તો આરોપીઓ પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ કીમત ૧૦,૦૦૦, જીવતા કાર્ટીસ નંગ ૯ કીમત ૯૦૦, ત્રણ છરી કીમત ૧૫૦, મોબાઈલ ફોન નંગ ૧૭ કીમત ૨૩,૫૦૦ અને બે મોટરસાયકલ કીમત ૯૦,૦૦૦ મળીને કુલ ૧,૨૪,૫૫૦ નો મુદામાલ કબજે લેવાયો છે
૧૭ ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત મોરબી એલસીબી ટીમે ઝડપી લીધેલી ગેંગની આગવી ઢબે પૂછપરછ કરતા ફકીર ગેંગે ૧૭ ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત આપી છે જેમાં મોરબી જીલ્લામાં ૯ લૂંટ, ૨ ઘરફોડ ચોરી કોશિશ, રાજકોટ ગ્રામ્ય અને જીલ્લામાં એક અપહરણ, ગેરકાયદેસર હથિયારના ત્રણ, વાહન ચોરીનો એક અને સુરેન્દ્રનગર જીલ્લામાં એક લૂંટ મળીને કુલ ૧૭ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત આપી છે.
મોરબી, વાંકાનેર અને મહેસાણામાં કરવાના હતા લૂંટફકીર ગેંગને પોલીસે સમયસર દબોચી લીધી છે જોકે આરોપીઓ વાંકાનેર ટોલનાકા પાસેના પેટ્રોલપંપને અંજામ આપવા એક માસથી તૈયારી કરતા હતા તો વાંકાનેર, મોરબી ઉપરાંત મહેસાણામાં છ પેટ્રોલપંપ લૂંટ કરવાનું પ્લાનિંગ કરી બેઠા હતા અને આરોપીઓ સમયસર ના પકડાયા હોય તો અનેક લૂંટને અંજામ આપી આતંક મચાવવા તૈયાર બેઠા હતા.
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી ૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




